અમદાવાદમાં બે દિવસમાં બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ફોન કોલ મામલે એકની ધરપકડ

અમદાવાદમાં બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ હોવાના કંટ્રોલ મેસેજના પગલે પોલીસ દોડતી થઇ હતી. મોડી રાત્રે નહેરુનગર પાસે બ્લાસ્ટ થવાની ધમકી મળી અને વહેલી સવારે નારોલવિસ્તારમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાની સાથે જ પોલીસ BDDSની ટીમ અને FSl દોડી આવ્યા હતા ત્યારે આ બન્ને મેસેજ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ખાનગી રાહે તપાસ કરતા નહેરુનગર બ્લાસ્ટ થશે તેવું કહેનાર શખ્સને ઝડપી લીધો છે. જ્યારે નારોલમાં ફોન કરનારની શોધખોળ હાથ ધરાઈ છે.

અમદાવાદમાં બે દિવસમાં બે જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ફોન કોલ મામલે એકની ધરપકડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદમાં બે દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં બોમ્બ હોવાના કંટ્રોલ મેસેજના પગલે પોલીસ દોડતી થઇ હતી. મોડી રાત્રે નહેરુનગર પાસે બ્લાસ્ટ થવાની ધમકી મળી અને વહેલી સવારે નારોલ વિસ્તારમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાની સાથે જ પોલીસ BDDSની ટીમ અને FSl દોડી આવ્યા હતા ત્યારે આ બન્ને મેસેજ ખોટા હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ખાનગી રાહે તપાસ કરતા નહેરુનગર બ્લાસ્ટ થશે તેવું કહેનારશખ્સને ઝડપી લીધો છે. જ્યારે નારોલમાં ફોન કરનારની શોધખોળ હાથ ધરાઈ છે.

અમદાવાદમાં રથયાત્રાનાં આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી એક પછી એક બોમ્બ બ્લાસ્ટ થવાની અને બોમ્બ મુક્યા હોવાની માહિતીને પગલે પોલીસ દોડતી થઇ હતી. મોડી રાત્રે નહેરુ નગર બીઆરટીએસ બસ સ્ટોપ પાસે ત્રણ દિવસમાં બ્લાસ્ટ થવાની ધમકીને પગલે એસ.ઓ.જી ક્રાઈમની ટીમ અને સ્થાનિક પોલીસ ટીમે શાહઆલમના મોહમ્મદ આસિફના યુવકને ઝડપી લીધો છે. આ યુવકે કંટ્રોલ મેસેજ કરી ત્રણ દિવસમાં બ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. જોકે પોલીસે મોબાઇલ નંબરના આધારે તેની ધરપકડ કરી સામે આવ્યું હતું કે, મોહમ્મદ આસિફ માનસિક રીતે અસ્વસ્થ છે. જેને લીધે આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ

ત્યારે બીજી તરફ આજે વહેલી સવારે નારોલ વિસ્તારમાં પોલીસ કંટ્રોલને અનેક મેસેજ મળ્યો હતો કે અહીંયા બોમ્બ મૂકવામાં આવેલો છે. અને આ બોમ્બ કચરાપેટી નજીક મુકવામાં આવતા તાત્કાલિક સ્થાનિક પોલીસ BDDSની ટીમ અને FSLની ટીમ ચેકિંગ માટે ત્યાં પહોંચી હતી. તપાસ કરતાં કોઈ વાંધાજનક ચીજવસ્તુના મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.

ત્યારે સવાલ એ થાય છે કે, એક દિવસમાં બે અલગ અલગ બોમ્બ હોવાના મેસેજથી અમદાવાદને હચમચાવી દેનાર આ બે શખ્સો કયા ઇરાદે પોલીસને બોમના મેસેજ આપ્યા હતા. હાલ તો નેહરુનગર કેસમાં SOG ક્રાઈમે આરોપી મોહમ્મદ આસિફને પડકી તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અને અગાઉ કોઈ કેસમાં પકડાયેલ છે કે, કેમ અને બોમ્બ બ્લાસ્ટ કરવાના ઈરાદા પાછળ કોઈ આતંકી માનસિકતા હતી કે કેમ ?તે બાબતે પણ ખાનગી રાહે પૂછપરછ શરૂ કરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news