નવી દિલ્હી: અમેરિકા (US)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની સોમવારે અમદાવાદ (Ahmedabad) યાત્રાને ધ્યાનમાં રાખતાં તમામ એરલાઇને પોતાના યાત્રીઓને શહેરથી બહાર જવાને લઇને એક એડવાઇઝરી જાહેર કરી છે અને પ્રસ્થાનના ત્રણ કલાક પહેલાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચવા માટે કહ્યું છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમામ મુખ્ય એરલાઇન એર ઇન્ડીયા, સ્પાઇસજેટ, ઇંડિગો, વિસ્તારા તથા ગોએરએ ટ્વિટ કર્યું છે કે સોમવારે 24 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા વચ્ચે એરપોર્ટ માર્ગ પર ભારે ટ્રાફિક, રોડબ્લોક તથા આકરી સુરક્ષા તપાસ થવાની સંભાવના છે. 

Pics : બસ ભરીને લોકો ટ્રમ્પને નિહાળવા અમદાવાદ પહોંચ્યા, મોટેરા સ્ટેડિયમની બહાર ભીડ ઉમટી


તેમણે મુસાફરોને પોતાની યાત્રા સંબંધી દસ્તાવેજ તથા ફોટો આઇડેંટી કાર્ડની એક હાર્ડ કોપી લઇને આવવા માટે કહ્યું છે, જેથી તેમને રોડ બ્લોક દરમિયાન જવાની પરવાનગી મળી શકે છે. તેમણે એ પણ કહ્યું છે કે ફક્ત મુસાફરોને જવાની પરવાનગી હશે, આ સાથે જ બીજા કોઇને પરવાનગી રહેશે નહી. 

અમદાવાદના આ રસ્તાઓ પર આજે નીકળવાનું ટાળજો, આવી રહ્યાં છે ટ્રમ્પ


એર ઇન્ડીયાએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું કે ''અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરી કરનાર મુસાફરો ધ્યાન આપે કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના આગમન દરમિયાન 24 ફેબ્રુઆરીના રોજ એરપોર્ટ તરફ આવનાર માર્ગ પર સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.' 


રાષ્ટ્રીય વાહકે એક અન્ય ટ્વિટમાં કહ્યું કે ''ટિકીટ અને ફોટો આઇડીની કોપી સાથે મુસાફરોને ઘેરાબંધી વાળા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવશે. મહેરબાની કરી પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube