Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરથી પસાર થતા કાર્ગો પર સૂચિત 20 ટકા રીઈમ્બર્સમેન્ટ ફીથી પાછળ હટતા જણાવ્યું કે, તેના સ્થાને ખાડી દેશો સાથે વેપાર અને રોકાણ કરાર કરવામાં આવશે.
Shehbaz Sharif Insult: શું પાડોશી દેશ પાકિસ્તાનમાં લોકશાહી માત્ર દેખાવ પુરતી જ છે? શું ત્યાંના પ્રધાનમંત્રી શહબાઝ શરીફ માત્ર એક મહોરું જ છે? આ સવાલ ઉભા કર્યા છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે. જેમણે સઊદી અરબના ક્રાઉન પ્રિન્સ, યુએઈ અને તુર્કીના રાષ્ટ્રપતિનું નામ તો ઈજ્જતથી લીધું પણ વાત જ્યારે પાકિસ્તાનની આવા તો પીએમ શહબાઝ શરીફને માખીને જેમ કાઢીને ફેંકી દીધા. શું છે આ ઘટના? ચાલો વિગતવાર જાણીએ.
Middle East Crisis: ટ્રમ્પે એવી જાહેરાત કરી છે કે, ઈરાન વિરુદ્ધના સૈન્ય હુમલા કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના નેતાઓની અપીલ બાદ રદ કરવામાં આવ્યા છે. જાણો કયા નેતાઓ આ યુદ્ધને અટકાવી શકે છે.
Iran-US Conflict: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ચેતવણી આપતા કહ્યું કે, ઈરાન સાથે ચાલી રહેલો યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં પહોંચી ગયો છે અને તે 'વેન્ટિલેટર' પર લટકી રહ્યો છે.
US Presidents Assassinated : અમરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષાને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. દાવો કરવામાં આવે છે કે, અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષા સૌથી વધુ મજબૂત હાથોમાં છે. પરંતુ ઈતિહાસના પાના પાછળ ફેરવીએ તો ચોંકાવનારી વિગતો સામે આવે છે. દુનિયાના સૌથી તાકાતવાર દેશ અમેરિકામાં રાષ્ટ્રપતિની સુરક્ષા વચ્ચે જ તેમની હત્યા થઈ હોય તેવા અનેક બનાવ બન્યા છે. આજે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ખબર વચ્ચે એકવાર ફરીથી આ સવાલ તેજ બન્યો છે કે, આખરે અમેરિકાના પ્રમુખ કેટલા સુરક્ષિત છે.
Washington Hilton Shooting : અમેરિકામાં વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટા છીંડા જોવા મળ્યા. વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ કોરસ્પોન્ડન્ટ્સ ડિનર દરમિયાન ગોળીબારીની ઘટના બની હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સિક્રેટ સર્વિસે તાત્કાલિક સુરક્ષાનો મોરચો સંભાળ્યો હતો. હોટલમાં ભારે અફરાતરફી વચ્ચે હુમલાખોરને ઠાર મારવામાં આવ્યો હતો
Iran War Close To Over Says Trump : ઈરાન સામેના યુદ્ધમાં હવે ટ્રમ્પ નબળા પડી રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. તેઓએ અચાનક સૂર બદલ્યો છે અને 48 કલાકમાં યુદ્ધ બંધ કરવાની વાત કરી છે. આ વાત પરથી લાગે છે કે, યુદ્ધને લઈ ડોનાલ્ડ ટ્રમ્પ ખુદ ફસાઈ ગયા છે. હવે તેઓ હોર્મુઝ મુ્દ્દે પાછી પાની કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ત્યારે ટ્રમ્પના બદલાતા નિવેદનો પર ઉભા થયા સવાલ.
Iran Isreal US War: ટ્રમ્પનું કહેવું છે કે, અમેરિકાએ ઈરાનમાં તે બધું જ ખતમ કરી દીધું છે જે ખતમ કરી શકાય તેમ હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સાથે 15 મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે.
Donald Trump on Iran War: મિડિલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે, વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સંપૂર્ણપણે સમાપ્ત કરવા માટે 'ખૂબ જ સારી અને સાર્થક વાતચીત' શરૂ થઈ ગઈ છે.
India US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વાતચીત પછી ટ્રેડ ડીલ થઈ હતી. જો કે, સરકારે હવે જણાવ્યું છે કે આ ટ્રેડ ડીલ પર હજુ સુધી હસ્તાક્ષર થયા નથી. સરકાર યુએસ સુપ્રીમ કોર્ટના ટેરિફ ઘટાડવાના નિર્ણયની રાહ જોઈ રહી છે.
US-Israel Iran War: અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થયાને બે દિવસ વીતી ગયા છે. આ દરમિયાન અમેરિકા અને ઈઝરાયેલના હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનું મોત થયું છે. હવે ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું કે, આ યુદ્ધ ચાર અઠવાડિયા સુધી ચાલશે.
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, ઈરાન સામે ચાલી રહેલા અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત સૈન્ય અભિયાનમાં અત્યાર સુધીમાં 48 ઈરાની ટોપના નેતાઓના મોત થયા છે. તેમણે આ ઓપરેશનને ખૂબ જ સફળ અને નિર્ધારિત સમય કરતા ઝડપી ગણાવ્યું છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનનું નવું નેતૃત્વ હવે વાતચીત કરવા ઈચ્છે છે.
Iran US Conflict: ઈરાનના નાયબ વિદેશ મંત્રીએ આશા વ્યક્ત કરી છે કે, અમેરિકા સાથે સમજૂતી કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. તેમણે કહ્યું કે, જો અમેરિકા હુમલો કરશે તો અમે જડબાતોડ જવાબ આપીશું.
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફરી એકવાર હુમલાનું કાવતરું સામે આવ્યું છે. તેમના ફ્લોરિડાના પામ બીચ સ્થિત 'માર-એ-લાગો' રિસોર્ટના સુરક્ષા ઘેરામાં એક વ્યક્તિ હથિયાર સાથે ઘૂસી ગયો હતો. જો કે, સતર્ક સુરક્ષાકર્મીઓએ બંદૂક સાથે ધૂસેલા વ્યક્તિને ત્યાં જ ઠાર કર્યો છે.
Trump Tariff: અમેરિકાની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આર્થિક એજન્ડાને મોટો ઝટકો આપતા તેમણે લાગુ કરેલા મોટાભાગના વૈશ્વિક ટેરિફને રદ કરી દીધા છે. આ નિર્ણય ટ્રમ્પના બીજા કાર્યકાળની સૌથી મોટી કાનૂની હાર માનવામાં આવે છે.
Iran US Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ગુરુવારે તેમણે ઈરાનને વોશિંગ્ટન સાથે 'સાર્થક સમજૂતી' કરવાની અપીલ કરી છે. આ દરમિયાન તેમણે ચેતવણી આપી કે, આવું કરવામાં નહીં આવે તો મધ્ય પૂર્વીય દેશને ખરાબ પરિણામો ભોગવવા પડી શકે છે.
US Tariffs Update: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જાહેરાત કરી કે, તેઓ ટેરિફન 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરી દેશે. આ વાત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કર્યાના થોડા જ સમય બાદ કહી છે. આ જાહેરાતથી ભારત-અમેરિકા સંબંધોમાં નરમાશ આવવાનો સંકેત મળી રહ્યા છે. આ નિર્ણયથી બન્ને દેશોની વચ્ચે વેપાર વધવાની અને આયાત ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
Trump Greenland U-turn Reason explained: જે ટ્રમ્પ અત્યાર સુધી એવી ધમકી આપી રહ્યા હતા કે, કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડને મેળવીને જ રહેશે, તેમણે દાવોસ પહોંચતા જ આ જીદ છોડી દીધી છે. તેમણે એમ પણ કહી દીધું કે, તેઓ ન તો યુરોપિયન દેશો પર ટેરિફ લગાવશે અને ન તો ગ્રીનલેન્ડ પર કોઈ મિલિટરી એક્શન કરશે. ટ્રમ્પના આ નિર્ણય પાછળની 'ઇનસાઇડ સ્ટોરી' સમજો.
Donald Trump: દાવોસમાં ભારતીય મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે, ભારત અને અમેરિકા વચ્ચે સારી ડીલ થશે. તેમણે કહ્યું કે, ભારત સાથે શાનદાર ડીલ થશે.
Donald Trump: અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની પોતાની ઈચ્છા સ્પષ્ટ કરી દીધી છે. તેમણે ઘણી વખત પોતાના વિરોધીઓ, ખાસ કરીને યુરોપિયન દેશોને ચેતવણી આપી છે કે, જો તેઓ તેમની માંગણીઓનો વિરોધ કરશે, તો તેમના પર વધારાનો ટેરિફ લગાડવામાં આવશે.
Donald Trump Invited India for Peace Board: ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો અંત લાવી ગાઝામાં શાંતિ સ્થાપવા માટે બનાવવામાં આવી રહેલા 'પીસ બોર્ડ'માં ભારતને સામેલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ આમાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યું છે.
US Strikes in Venezuela: વેનેઝુએલા પર હુમલાની સત્તાવાર પુષ્ટિ સવારે 4:21 વાગ્યે થઈ, જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી. NYTના પત્રકારે જણાવ્યું કે, મેં સીધો ટ્રમ્પને ફોન કર્યો અને તેમણે ઉપાડ્યો પણ ખરો. જો કે, મને નવાઈ ન લાગી, કારણ કે રાષ્ટ્રપતિ નિયમિતપણે ફોન ઉપાડતા રહ્યા છે.