અમદાવાદ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમદાવાદની મુલાકાત બહુ જ ખાસ બની રહેવાની છે, તેથી આ મુલાકાત પર સૌની નજર છે. ત્યારે અમેરિકન ડેલિગેશનનું પહેલું વિમાન અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યું છે. સુરક્ષા સાધનો અને જરૂરી સામાન લઈને અમેરિકાથી વિશેષ વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયું છે. આ સાથે જ અમેરિકી સ્નાઈપર અને ફાયર સેફટી સિસ્ટમ, સ્પાય કેમેરા અને મરીન કમાન્ડોથી જોડાયેલી સુરક્ષા સામગ્રી અમદાવાદ લાવવામાં આવી છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પહેલું વિમાન અમદાવાદ પહોંચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના આ પ્રસંગની ચારેતરફથી થઈ પ્રશંસા, મુસ્લિમ મામાએ કર્યું હિન્દુ ભાણીબાનું મામેરું


સ્ટેડિયમ પર ટ્રમ્પ-મેલેનિયા માટે ખાસ રૂમ બનાવાયો
મોટેરા મેદાન (Motera Cricket Stadium) માં આવેલા ક્લબ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મિલેનિયા ટ્રમ્પ માટે કરાઈ ખાસ વ્યવસ્થા કરાઈ છે. રોડ શો મારફતે મોટેરા પહોંચનાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક અલગ રૂમની વ્યવસ્થા કરાઈ છે. ક્લબ હાઉસના આ અલાયદા રૂમમાં ટ્રમ્પ દંપતી તૈયાર થશે. તેઓ કોફીનો સ્વાદ માણ્યા બાદ ટ્રમ્પ દંપતી મેદાનની અંદર પ્રવેશ કરશે. મેદાનની અંદર લાખોની મેદની વચ્ચે ટ્રમ્પ દંપતી કોફીનો સ્વાદ માણી પ્રવેશ કરશે. 


શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતુ જહાજ કંડલા બંદરે ઉભુ રખાયું


પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ સીધા અમદાવાદ આવશે - સીએમ 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ સીધા જ અમદાવાદ આવશે. પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ દિલ્હીના બદલે સીધા અમદાવાદ આવશે. વિશ્વના બંને નેતાઓને આવકારવા અમદાવાદ તૈયાર છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન થશે. તેમાં રંગારંગ કાર્યક્રમો અને બંને નેતાઓનું સંબોધન હશે. કેન્દ્રીય વિદેશ મંત્રાલયે નક્કી કર્યા પ્રમાણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે. બંને નેતાઓનો 22 કિમી લાંબો રોડ શો પણ થશે. તેમાં પણ મોટી જનમેદની હાજર રહેશે.


LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્યા...

મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદમાં VVIP મહાનુભાવોનો જમાવડો થશે. પૂર્વ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને GCA તથા BCCI તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આમંત્રિત કલાકારોની યાદી તૈયાર થઈ રહી છે.  આવતીકાલ સાંજ સુધી યાદીના નામ પર અંતિમ મહોર લાગશે. 


  • મોટેરા મેદાનમાં રેકોર્ડ બનાવનાર તમામ પૂર્વ ખેલાડીઓને પણ આમંત્રણ અપાયું છે. 

  • સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કપિલ દેવ, ગાવસ્કર, હરભજન સિંહ, અનિલ કુમ્બલે, યુવરાજ, સેહવાગ, ઝહીર ખાન, ઈરફાન, યુસુફ, પાર્થિવ, વેંકેટપથી રાજુને ખાસ આમંત્રિત થશે. 

  • BCCI અને BCCI ચીફ સૌરવ ગાંગુલી તરફથી એબીડી વિલિયર્સ, બ્રાયન લારા, એસ્ટેલ, ક્રિસ ગેલ, જયસુર્યા, ધોની, અજય જાડેજા, અજરુદ્દીન, જયવર્ધને, મુરલીધરન, શેન વોર્ન, સ્ટીવ વો, માઈકલ ક્લાર્ક, કર્ટની વોલશ સહિતના ખેલાડીઓને આમંત્રણ અપાશે. 

  • તો સાથે જ રણજી અને અન્ડર 23ના ખેલાડીઓને આમંત્રણ અપાશે. 

  • ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અંડર 16ના ખેલાડીઓ પણ બોલાવાયા છે. 

  • ડિસ્ટ્રીકટના પ્રેસિડેન્ટ, કારોબારી સભ્યોને પણ આપવામાં આમંત્રણ અપાશે. 

  • મુંબઈથી ખાસ પ્રોફેશનલ ટીમોને કરાઈ છે આમંત્રિત

  • સમૂહ નૃત્ય અને ગ્રુપ ડાન્સ માટે મેદાનમાં સ્ટેજ બનાવાશે

  • ગુજરાતી કલાકારોને પણ અપાશે આમંત્રણ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક