LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્યા...

અનામત આંદોલન મામલામાં પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા છે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. 
LRD ભરતીમાં સરકારની જાહેરાત છતા આંદોલન યથાવત, હવે પુરુષો પણ પિક્ચરમાં આવ્યા...

હિતલ પારેખ/ગાંધીનગર :અનામત આંદોલન મામલામાં પરિપત્ર મામલે સરકારની જાહેરાતથી અસંતોષ બિનઅનામત વર્ગનું આંદોલન યથાવત છે. તો બીજી તરફ, LRD ભરતીમાં સરકારના નિર્ણય બાદ પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારોનું આંદોલન ગાંધીનગરમાં ચાલુ જ છે. તો સત્યાગ્રહ છાવણી ખાતે અનામત વર્ગની મહિલાઓના આંદોલનનો આજે 70મો દિવસ છે. 1-08-2018નો ઠરાવ રદ્દ કરવા આંદોલન ચાલુ રહેશે તેવુ તેઓનું કહેવુ છે. સરકાર ઠરાવ રદ્દ કરશે તો જ અનામત વર્ગનું આંદોલન પૂર્ણ થશે. સરકાર ઓબીસી, એસસી અને એસટી સમાજને ગેરમાર્ગે દોરતી હોવાનો આક્ષેપ છે. આવામાં આજે એલઆરડી મહિલા અનામતમાં રાજ્ય સરકારે મંત્રણા માટે આંદોલનકારીઓને બોલાવ્યા છે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આંદોલન કરતા લોકોને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મંત્રણા માટે બોલાવવામાં આવ્યા છે. 

શંકાના દાયરામાં આવેલ ચીનથી પાકિસ્તાન જતુ જહાજ કંડલા બંદરે ઉભુ રખાયું

અનામત વર્ગના પ્રતિનિધિ મંડળ અને ત્રણ ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક કરવા માટે રવાના થયા છે. યુવા નેતા પ્રવિણ રામ એલઆરડી અનામતનું મહિલાઓ અને આંદોલનકારીઓનું પ્રતિનિધિમંડળ નીતિન પટેલ સાથે બેઠક કરશે. તો કોંગ્રેસના ધારાસભ્યો નૌશાદ સોલંકી, ચંદનજી ઠાકોર અને ઋત્વિક મકવાણા તેમજ પ્રવિણ રામ, એલઆરડી આંદોલનકારી મહિલા કો સહિતના લોકો નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવા રવાના થયા છે. આ વિશએ પ્રવિણ રામે કહ્યું કે, ગઈકાલે સરકારે જે જાહેરાત કરી તે મામલે થોડોક બાબતોનો ગૂંચવડા સામે આવ્યો છે. એ ગૂંચવાડા મામલે અમે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળીશું. વાટાઘાટો બાદ અમે અમારો નિર્ણય જાહેર કરીશું. 

ઉલ્લેખનીય છે કે, બિન અનામત વર્ગનું આંદોલન સરકારની જાહેરાત બાદ પણ યથાવત છે. આજે પણ પ્રતીક ઉપવાસ ચાલુ છે. મહિલા આગેવાનો આજે પણ ઉપવાસ કરશે. ગાંધીનગરમાં સરદારની પ્રતિમાને ફુલહાર કરી ઉપવાસ શરૂ કરાયા હતા. 

પરિપત્ર રદ નહિ તો બજેટ સત્ર નહિ - કોંગ્રેસ
ગુજરાત વિધાનસભાના સત્રમાં પણ કોંગ્રેસ દ્વારા એલઆરડી અને 1-8-2018ના પરિપત્ર રદ કરવાની માંગણી કરાશે. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે નિવેદન આપતા કહ્યું કે, જો સરકાર પરિપત્ર રદ નહિ કરે તો વિધાનસભાના બજેટ સત્રમાં પણ તેના પડઘા પડશે. જો બંધારણની કલમ 370 કેન્દ્ર સરકાર રદ કરી શકતી હોય તો 1-8-2018નો આ પરિપત્ર કેમ રદ કરતા નથી. 370ની કલમ ભાજપ રદ્દ કરી શકે તો મુખ્ય સચિવ દ્વારા બહાર પાડેલો પરિપત્ર કેમ રદ્દ નથી કરી શકતી. એસસી એસટી ઓબીસીની દીકરીઓના સમર્થનમાં અમે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે આનંદીબેનનો ભોગ લેવાયો. આજે 85 ટકા વસ્તી એસસી એસટી ઓબીસીની છે. પરિપત્ર રદ્દ નહિ થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ભાજપના જ નેતાઓ મુખ્યમંત્રીની ખુરશી ડગમગવા પ્રયાસ કરી રહ્યા છે. પરિપત્ર રદ્દ થવો જોઈએ. સરકારે સીટો વધારી પાણી માંથી પોરા કાઢવાનું કામ કર્યું છે. આ પરિપત્ર સરકારી ભરતીઓમાં અન્યાયકર્તા છે. કોંગ્રેસ વિધાનસભામાં પરિપત્રનો વિરોધ કરશે. વિધાનસભામાં સરકારે ભોગવવું પડશે. 

પુરુષો પણ આંદોલનના માર્ગે
રાજ્ય સરકારની એલઆરડીમાં સીટ વધારાની જાહેરાત કર્યા બાદ હવે પુરુષો પણ આંદોલનના માર્ગે નીકળ્યા છે. એલઆરડી ભરતી પ્રક્રિયામાં અનામત અને બિન અનામત ને અન્યાય ન થાય એ માટે રાજ્ય સરકારે મહિલાઓની બેઠકોમાં વધારો કર્યો છે. જોકે હવે આ વધારો કરતાં પુરુષોને અન્યાય થતો હોવાથી એ લાડી પુરુષ વર્ગના યુવાનોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જ્યાં સુધી મહિલાઓની બેઠકમાં વધારો થયો છે તે રીતે પુરૂષની બેઠકમાં વધારો ન થાય ત્યાં સુધી આંદોલન કરવામાં આવશે. ગાંધીનગર ઉપવાસ છાવણીમાં આજથી એલઆરડી પુરુષો દ્વારા પણ આંદોલનના શ્રીગણેશ કરવામાં આવ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news