ગૌરવ પટેલ/અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનો કેર સતત વધી રહ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 6 હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે તો માત્ર અમદાવાદ શહેરમાં 4425થી પોઝિટિવ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં એક તરફ પ્રવાસી મજૂરોની સમસ્યાના મુદ્દાઓ સામે આવી રહ્યાં છે. આ બધા વચ્ચે કોંગ્રેસે રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમસ્તે ટ્રમ્પથી થઈ કોરોના ફેલાવાની શરૂઆતઃ અમિત ચાવડા
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર કોરોના વાયરસને લઈને આકરા પ્રહારો કર્યાં છે. ચાવડાએ કહ્યું કે, ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમથી કોરોના ફેલાવવાની શરૂઆત થઈ છે. મહત્વનું છે કે, 25 ફેબ્રુઆરીએ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. અમિત ચાવડાએ કહ્યું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની ચેતવણી બાદ પણ રાજ્ય સરકારે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.


પરપ્રાંતિયો પાસેથી ભાડુ વસૂલવા મુદ્દે ગુજરાતમાં રાજકારણ, પરંતુ આખરે મરો તો મજૂરોનો જ...


હાઈકોર્ટમાં કરાશે અરજી
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈને હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવશે. કોર્ટ પાસે ન્યાયિક તપાસની માગ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ અભિવાદન સમિતિ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે તપાસ કરવામાં આવે. 


રાજ્ય સરકારે WHOની ગાઇડલાઇનનો કર્યો ભંગ
અમિત ચાવડાએ કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતને રોગની ગંભીરતા અંગે જાણ કરવામાં આવી હતી.  વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું હતું કે, આ રોગ વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાઇ રહ્યો છે. પરંતુ રાજકીય લાભ લેવા માટે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે સરકારે WHOની ગાઇડલાઇનનો પણ ભંગ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર