સુરત: કામરેજના ધોરણ પારડીના એક આશ્રમના યોગગુરૂ દ્વારા કરવામાં આવેલા આત્મહત્યાના પ્રયાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. યોગગુરૂએ આપધાત કરતા પહેલા 7 પેજની સુસાઇટ નોટ લખી હતી. આ સુસાઇટ નોટમાં 10 લોકો માનસિક ત્રાસ આપતા હોવાનું લખવામાં આવ્યું હતું. ત્યારે આ ઘટનામાં પાસ કાર્યકર અને હાર્દિક પટેલના ખાસ માણસનું પણ નામ સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે અહીં ક્લિક કરો: 7 પેજની સ્યુસાઇડ નોટ લખીને સુરતના યોગગુરૂએ કર્યો આપઘાતને પ્રયાસ


કામરેજના ધોરણ પારડીના એક આશ્રમમાં યોગગુરૂએ જંતુનાશક દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ યોગગુરૂ પ્રદીપજી દ્વારા સત્યમ ફાઉન્ડેશન યોગ ધામ ચલાવે છે. યોગગુરૂ પ્રદીપજી લોકોને યોગ શીખવાડે છે અને લોકોને શાંતિ અને રોગમુક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યોગગુરૂ પ્રદીપજીએ આપઘાતનો પ્રયાસ કર્યા પહેલા 7 પેજની સુસાઇટનોટ લખી છે. જેમાં સાઘકો તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ કરી છે. 


વાંચવા માટે અહીં ક્લિક કરો: જસદણ જીતવા કોંગ્રેસે ખડકી ધારાસભ્યો અને પદાધીકારીઓની ફોજ


યોગગુરૂ પ્રદીપજીએ લખેલી સુસાઇટ નોટમાં 10 લોકોના નામ લખ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, આ 10 લોકોમાંથી એક પાસ કાર્યકરનું નામ સામે આવ્યું છે. આ કેસમાં પાસ કાર્યકર અને હાર્દિક પટેલના ખાસ એવા માઇકલનું નામ સામે આવ્યું છે. માઇકલ યોગગુરૂ પાસે રૂપિયા પડાવતો અને તેમને બ્લેક મેઇલ કરતો હતો. 


વાંચવા માટે અહીં ક્લિક કરો: આને કહેવાય હાઇપ્રોફાઇલ ચોર, આ માસ્ટર માઇન્ડ હરિયાણાથી ફ્લાઇટમાં ચોરી કરવા આવતો ગુજરાત


યોગગુરૂએ સુસાઇટ નોટમાં લખ્યું છે કે, તેમના ચારિત્ર્ય પર પણ શંકા પણ કરવામાં આવી રહી છે. તેમણે લખ્યું છે કે, 'આ વિદ્ન સંતોષી સાધકોએ મને અને મારા ધર્મપત્ની ક્રિષ્ણાજીને બદનામ કરવા માટે ચારિત્ર્યની અભદ્ર વાતો કરવા લાગ્યા હતાં. યોગગુરૂનો એક વીડિયો પણ હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના સાધકો સાથે બેસીને આપેલા પૈસા પર વાદવિવાદ કરી રહ્યાં છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...