હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. રાજ્યની ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો પર ઉમેદવારના નામને લઇને ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સભાની બેઠકોની ચૂંટણી છે આથી ભાજપની બે બેઠકોની ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા ભાજપની રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. ગુજરાત ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અધ્યક્ષતામાં મળશે જેમાં ગુજરાતની રાજ્યસભાની ખાલી બેઠકો ના નામોની યાદી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓરિસ્સામાં ત્રણ બેઠકોની ચૂંટણી છે તે ત્રણ-ત્રણ બેઠકોની ચૂંટણીની અલગ અલગ રીતે થવાની છે. પણ ત્યાં કોઈ વિરોધ નથી કરતો પણ ગુજરાતમાં કેમ કરવામાં આવે છે. રાજ્ય સરકાર હેલિકોપ્ટર અને વિમાનના બંને ધરાવે છે સરકારી માલિકીનીનું હેલિકોપ્ટર અને વિમાન વર્ષો જૂના છે જૂની ટેકનોલોજી વાળા છે. ટેકનિકલ લોકોના અભિપ્રાય પ્રમાણે તેની આયુષ્ય પૂર્ણ થયો છે. આ બંને માં વારંવાર સર્વિસ કરાવી પડે છે. મેન્ટેનન્સ કરવું પડે છે અને તેના કારણે આ બંને હેલિકોપ્ટર વિમાન નવા ખરીદવા પડે છે. એટલા માટે હવાઇ અને ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવા ખરીદવાની જોગવાઈ કરવામાં આવી છે.


અમદાવાદ: છેડતીના મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપ્યા તપાસના આદેશ


એસસી અને એસટી બેઠક પર રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ મિટિંગમાં રાજ્યમાં એસસી અને એસટી ઉપરના અત્યાચારો ફરિયાદ થઇ હોય તેની સમીક્ષા કરવામાં આવી હતી.  ગુજરાતમાં કેટલાક ગામોની અંદર આદિવાસી વિસ્તારમાં કે દલિત વિસ્તારમાં પોલીસ રક્ષણ આપવામાં આવ્યું છે. આવી બધી બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.


સુરત: DGVCLના પાવર ફોલ્ટને કારણે ઝરીના કારખાનામાં લાગી ભીષણ આગ


મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે, દરેકને પૂરતું રક્ષણ મળશે અને આદિવાસી અને દલિતોને પણ રક્ષણ મળી રહે તેવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કે વિરોધ પક્ષના નેતા ના જે સૂચનો છે એ સૂચનો પર ગંભીરતાથી કામ કરવામાં આવશે. તેવી સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે. સફાઈ કામદારો જે ખાળકૂવો સાફ કરવામાં આવ્યા હતા. અને તેમના મૃત્યુ થયા તે કેસની પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ રીતે ખાળકુવા કે અન્ય રીતે સાફ સફાઈ માટે નીચે ઉતારવાનું રહેતું નથી. અને મશીનથી સાફ સફાઈ કરવાની હોય છે.


સરકાર આ વર્ષે નહિ ઉજવે શાળા પ્રવેશોત્સવ, કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય



હોટલના માલિક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે તેની ધરપકડ કરવામાં આવી છે. અને તેમના સહાયની પણ સમીક્ષા કરવામાં આવી છે, રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી કે આ રીતે ખાળકુવા સાફ કરવા કોઈ ભાઇ-બહેને ઊતરવું નહીં અને પોતાના જીવને જોખમમાં મોકવો નહીં. રાજ્યસભાની ચૂંટણી પરિપેક્ષમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના આક્ષેપ પાયા વિહીન છે. ચૂંટણી પંચે નિયમોને આધિન રહીને ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે.