તંત્ર હજુ પણ નહીં જાગે તો ગુજરાતના નક્શામાંથી ગાયબ થઈ જશે વલસાડનું આ ગામ! દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા
વલસાડમાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા નાનીટી દાંતી ગામ દરિયાઇ પાણીમાં ડૂબી જવાની ભીતિ સેવાઈ રહી છે, પ્રોટેક્શન વૉલના અભાવે લોકોના ઘરોમાં પાણી ઘુસી રહ્યા છે.
ઉમેશ પટેલ/વલસાડ: તાલુકાના નાની દાંતી વિસ્તારમાં પ્રોટેક્ષન બોલ કુદાવી દરિયાના પાણી ઘરો તરફ આગળ વધ્યા, રસ્તા ઉપર દરિયાની ભરતીના પાણી વળતા લોકોને હાલાકી સ્થાનિક લોકોએ વારંવાર જિલ્લા કલેક્ટર અને મુખ્ય મંત્રીને વારંવાર રજુઆત કરવા છત્તા કોઈ કાર્ય અહીં નહીં. વિધાનસભાની સામાન્ય ચૂંટણી પહેલા પ્રોટેક્ષન વોલના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
ડુપ્લિકેટ RC બૂકથી બાઈક વેચવાનું મોટું રેકેટ ઝડપાયું, જાણો કેવી રીતે ભાંડો ફૂટ્યો?
વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ નાની દાંતી દરિયા કિનારે ભારે પવન સાથે ભરતી આવી હતી. જેને લઈને નાની દાંતી દરિયા કિનારે ભરતીની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જવવાને લઈને દાંતી અને નાની દાંતી સહિતના દરિયા કિનારે ભારે અસર જોવા મળી રહી છે. દરિયા કિનારે ભરતીના પાણી પ્રોટેક્ષન વોલ ઓળંગી લોકોના ઘરમાં ભરતીના પાણી ઘુસ્યા હતા. જેને લઈને ભારે તારાજી મચાવી છે.
ગુજરાતના 21 સહિત કુલ 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ માટે પીએમ મોદી રાખશે આધારશિલા
મોટી દાંતી પ્રાથમિક શાળા ના કમ્પાઉન્ડમાં ભરતીના પાણી ફરી વળ્યાં હતા. જેને લઈને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપવામાં આવી હતી. જેને લઈને સ્થાનિક લોકો દ્વારા દરિયા કિનારે પ્રોટેક્ષન વોલ બનાવવા માંગ કરી રહ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણી પહેલા 34 કરોડના ખર્ચે એક પ્રોટેક્ષન વોલ મંજુર કરીને ભૂમિપૂજન પણ કરવામાં આવ્યું હતું. તેમાં કોઈ કામગીરી ન થતા સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી હતી.
ગુજરાતના 14 જિલ્લાના ખેડૂતોને 30 કરોડની મળશે સહાય: દરેક ખેડૂતને મળશે 5400ની કીટ
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને લઈને દરિયા કિનારે ભારે પવન સાથે ભરતી આવતા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. વલસાડ તાલુકાના દરિયા કિનારે આવેલ નાની દાંતી ગામ ખાતે ભારે અસર જોવા મળી હતા. મોટી દાંતી અને નાની દાંતી ગામ કિનારે બનાવેલી પ્રોટેક્ષન વોલ ઓળંગીને દરિયાની ભરતીના પાણી ગામમાં ઘુસ્યા હતા. વલસાડ તાલુકાના મોટી દાંતી અને નાની દાંતીના સ્થાનિક લોકોએ વલસાડ જિલ્લા કલેક્ટર અને મુખ્ય મંત્રીને પ્રોટેક્ષન વોલ બનાવવા માટે વારંવાર રજુઆત કરી હતી.
ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી! અંબાલાલ પટેલે કહ્યું; આ તારીખોમાં છે વરસાદી આફત
સ્થાનિક અગ્રણીઓ દ્વારા ચાલુ વર્ષે પણ ગાંધીનગર સુધી મંત્રીઓ અને મુખ્ય મંત્રીને ફરી રજુઆત કરી ચુક્યા છે. વહીવટી તંત્ર દ્વારા પોટેક્સન વોલ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ભરતીના પાણી પ્રોટેક્ષન વોલ કૂદી ગામમાં આવતા સ્થાનિક અગ્રણીઓની ચિંતામાં વધારો થયો છે.