ચુકાદો: સુરતના પાંડેસરામાં પાંચ વર્ષની માસુમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની કેદ
ત્રણ વર્ષ અગાઉ પાંચ વર્ષની માસુમ બાળાને પીંખી નાખનાર નરાધમ અને વિકૃત એવા સુજીતને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દુષ્કર્મની આ ઘટનાને ખુબ જ ગંભીર પ્રકારની ઘટના ગણાવી હતી. આ સાથે જ કહ્યું કે, દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે. આરોપીએ તમામ હદો પાર કરી હોવાની અને રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના હોવાનું જણાવીને 20 વર્ષની સજા ફટકારી હતી.
સુરત : ત્રણ વર્ષ અગાઉ પાંચ વર્ષની માસુમ બાળાને પીંખી નાખનાર નરાધમ અને વિકૃત એવા સુજીતને 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે દુષ્કર્મની આ ઘટનાને ખુબ જ ગંભીર પ્રકારની ઘટના ગણાવી હતી. આ સાથે જ કહ્યું કે, દુષ્કર્મના આવા કેસમાં આરોપીના કૃત્યને વખોડવા માટે શબ્દો ઓછા પડી જાય છે. આરોપીએ તમામ હદો પાર કરી હોવાની અને રેરેસ્ટ ઓફ ધી રેર ઘટના હોવાનું જણાવીને 20 વર્ષની સજા ફટકારી હતી.
ચાણસ્મા હાઇવે પર બે બાઇક અથડાતા 3 યુવકોનાં ઘટના સ્થળે જ મોત, એક ગંભીર
ગણપતનગર, પાંડેસરામાં રહેતા મજુર પરિવારની ચાર વર્ષની માસુમ બાળા ઘર પાસે રમી રહી હતી. દરરોજની માફક આ બાળા સાથે જ રહેતા અને મુળ બિહારના વિક્રમગંજનો વતની અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો સુજીતકુમાર રામબિનય મિસ્ત્રીને ત્યાં રમવા માટે ગઇ હતી. મહિલાએ પોતાનું ઘરકામ પુરૂ કરીને બાળાને બુમ પાડી હતી પરંતુ બાળાએ કોઇ જવાબ ન આપતા માતા ગભરાઇને ત્યાં ગઇ હતી.
અમદાવાદ: પાનના ગલ્લાઓ ફરી એકવાર થશે બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રનો નિર્ણય
બાળાએ બારીમાંથી જોતા નગ્ન હાલતમાં હતી અને ગુપ્તભાગે લોહી નિકળતું હતું. આ અંગે તેની માતાએ પુછપરછ કરતા તેણે કહ્યું કે, બાળાને ખંજવાળ આવતી હતી. જેથી ખંજવાળી આપતા તેને નખ વાગી ગયો હતો. જો કે તેની માતા સાચુ પામી જતા સાચુ બોલવા જણાવ્યું હતું. આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. તેઓએ સુજીતને પકડી લીધો હતો. જો કે ત્યારે તે કાંઇ પણ બોલ્યો નહોતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube