Narayan Sai rape case: નારાયણ સાંઇ દુષ્કર્મ કેસમાં દોષિત, 30મીએ સજા સંભળાવાશે
નારાયણ સાંઇ સહિત અન્ય ત્રણ આરોપીઓ જેમાં ગંગા, જમના અને હનુમાનને પણ કોર્ટે દોષિત ગણાવ્યા છે. તો આ ઉપરાંત મોનીકાને તમામ કેસમાંથી નિર્દોષ જાહેર કરી છે. ત્યારે કોર્ટ દ્વારા નારાયણ સાંઈ સહિત અન્ય ત્રણ આરોપીઓને 30મીએ સજા ફટકારવામાં આવશે.
તેજસ મોદી, સુરત: નારાયણ સાંઈ બળાત્કાર કેસમાં સુરતની જિલ્લા કોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપ્યો છે. આ ચુકાદમાં આસારામના પુત્ર નારાયણ સાંઈ સહિત અન્ય ત્રણ આરોપીઓને દોષિત ઠહેરાવવામાં આવ્યા છે. નારાયણ સાંઈ તેમજ તેના સહાયકો ગંગા, જમના અને હનુમાનને પણ કોર્ટે દોષિત ઠહેરાવ્યા અને તેમને કસ્ટડીમાં લેવાયા છે. ત્યારે સુરત જિલ્લા કોર્ટ દ્વારા આગામી 30મી એપ્રિલના રોજ આ ચારે આરોપીઓને સજા સંભળાવાશે. તેમજ કોર્ટે મોનીકાને તમામ કેસમાંથી રાહત આપતા નિર્દોષ જાહેર કરી છે.
વધુમાં વાંચો: ડ્રામા આર્ટિસ્ટ મર્ડર કેસ: પ્રાચીનું 4-4 વખત ગળું દવાબી કરાઇ હત્યા, જાણો શું હતું કારણ
સુરતમાં રહેતી બે સગી બહેનોએ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને બહેનોને સેવિકા તરીકે આશ્રમમાં રાખ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં લઇ જવામાં આવતી અને ત્યારબાદ તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. મોટી બહેન પર વર્ષ 2001થી 2007 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005 સુધી પીડિતાઓમાંથી નાની બહેન પર સુરતના જહાંગીરપુરા, પટના અને સાબરકાંઠાના ગભોઈમાં દુષ્કર્મ આચર્યુ હતું.
સરકારી વકીલે શું કહ્યું? જુઓ વીડિયો
લોહીના જ સંબંધને કલંકિત કર્યો: સગા ભાઇએ જ બે બહેનો પર ગુજાર્યો બળાત્કાર
તા. 06 ડિસેમ્બર 2013ના રોજ નારાયણ સાંઈને દિલ્હીથી સુરત લાવવામાં આવ્યો હતો. પોલીસ કસ્ટડી દરમિયાન કેસમાં બચવા માટે નારાયણ સાંઈએ કરોડો રૂપિયાની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું હતું. જેમાં પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન કેસના સાક્ષીઓ પર નારાયણ સાંઈ અને આસારામ બાપુના કથિત સાધકોએ હુમલાઓ પણ કર્યા હતો. પોલીસ દ્વારા નારાયણ સાંઈ સહીત 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી.
ભાવનગર: ભર ઉનાળે પાણી માટે વલખા, મહિલા સહિત લોકોએ કર્યો ચક્કાજામ
પીડિતાનું મેજિસ્ટ્રેટ સામેનું 164 મુજબનું નિવેદન, મૌખિક પુરવા ઉપરાંત, લેખિત દસ્તાવેજો અને સીડી સહિતના પુરાવાઓની કોર્ટમાં રજુ કરાયા. તમામ દલીલો પૂર્ણ થતા કોર્ટે ચૂકાદો લખવાનું શરુ કર્યું હતું. જેમાં સુરત જિલ્લા કોર્ટ આજે (26મી એપ્રિલ 2019) મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં નારયણ સાંઈ સહિત તેના સહાયકોમાં ગંગા, જમના અને હનુમાનને દોષિત ઠહેરાવ્યા છે અને આ ચારે આરોપીઓને કસ્ટડીમાં લેવાયા છે. જ્યારે મોનિકાને કોર્ટે તમામ કેસમાંથી રાહત આપતા નિર્દોષ જાહેર કરી છે. ત્યારે તમામ દોષિતને આગામી 30મી એપ્રિલના રોજ સજા સંભળાવશે.
જુઓ, LIVE TV