તેજસ મોદી, સુરતઃ બળાત્કારના કેસમાં જેલમાં બંધ આશારામના પુત્ર નારાયણ સાંઈના ફર્લો જામીન કોર્ટે મંજૂર કર્યા છે. હાઈકોર્ટે નારાયણ સાંઈના ફર્લો જામીન મંજૂર કર્યાં છે. મહત્વનું છે કે બળાત્કારના ગુનામાં લાજપોર જેલમાં નારાયણ સાંઈ બંધ છે. માતાની તબીયત ખરાબ હોવાથી સાંઈએ જામીન માટે અરજી કરી હતી. સાંઈએ પોતાની અરજીમાં કહ્યુ હતુ કે, મારાનું  હૃદય 40 ટકા કામ કરી રહ્યુ છે. કોર્ટે 5000ના બોન્ડ જેલમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, દોષિત જાહેર કરાયેલા કેદી તેમના પરિવારિક અને સામાજિક જીવન સાથે સંકળાયેલા રહે તેના માટે તેમને વાર્ષિક ફર્લો આપવામાં આવે છે. કેદી કોર્ટ સમક્ષ આ અંગે અરજી કરે છે અને કોર્ટને યોગ્ય લાગે તો ફર્લો મંજૂર કરવામાં આવે છે.


લગ્ન સમારોહમાં હજારો લોકો ભેગા થયા, નિયમોનો ભંગ, સાંસદ પૂનમ માડમ, ગીતા રબારી પણ હાજર


આ પહેલા નારાયણ સાંઈએ હાઇકોર્ટમાં અરજી કરી હતી કે, તેમની માતાની તબિયત ખરાબ છે અને અગાઉ આવેલા હાર્ટ એટેકને લીધે હૃદય માત્ર 40 ટકા જ કામ કરે છે. તેમને પરિવારને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેને લઈ ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 5000 હજાર રૂપિયાનો પર્સનલ બોન્ડ જેલ સત્તાધીશો સમક્ષ જમા કરાવવાનો નિર્દેશ કરી ફર્લો મંજૂર કર્યા છે. નોંધનીય છે કે, સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે નારાયણ સાંઈના પિતા આશારામને આજીવન કેદની સજા ફટકારી છે. તે હાલ જોધપુર જેલમાં સજા હેઠળ છે. જ્યારે અન્ય એક કેસ ગાંધીનગર કોર્ટમાં પેન્ડિંગ છે. ત્યારે એક માસ નારાયણ સાંઈએ માતા અને પિતાને મળવા માટે 10 દિવસના જામીન આપવા કોર્ટમાં અરજી કરી હતી જે પેન્ડિંગ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube