અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરા બાએ 100 વર્ષમાં પ્રવેશ કર્યો છે. મોદીએ આ પ્રસંગે માતાના નામે એક બ્લોગ લખ્યો છે. તેમણે વિવિધ ભાષામાં બ્લોગ લખીને માતા હીરા ના યોગદાન વિશે વર્ણન કર્યુ છે. તેમણે પોતાના માતાની સંઘર્ષ ગાથા વર્ણવી છે. સાથે જ તેમણે વર્ણવ્યુ કે તેમના પરિવાર અને તેમના માતાએ કેવા દુખના દિવસો જોયા હતા. આ બ્લોગમાં તેમણે અબ્બાસ નામના એક મુસ્લિમ યુવકનો ઉલ્લેખ કર્યો છે. હાલ લોકો સોશિયલ મીડિયા પર અબ્બાસ વિશે ચર્ચા કરી રહ્યાં છે. ત્યારે જાણીએ કે કોણ છે અબ્બાસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ બ્લોગમાં લખ્યું કે, તેના પિતાના અંગત મિત્રનુ નિધન થયા બાદ તેમના દીકરા અબ્બાસને તેઓ ઘર લઈ આવ્યા હતા. અબ્બાસ મોદી પરિવારમાં જ ઉછેર્યો હતો. મોદીના માતા હીરા બાએ તેને પોતાના દીકરાની જેમ જ પ્રેમ આપ્યો હતો. ઈદ પર અબ્બાસ માટે મારી માતા પકવાન બનાવતા હતા. પીએમએ લખ્યુ છે કે, મારી માતા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ થતા હતા. ઘરમાં જગ્યા ભલે નાની હોય, પણ તેમનુ દિલ મોટું હતું. 



(PM ના મિત્ર અબ્બાસભાઇ)


અબ્બાસને હીરા બાએ દીકરાની જેમ સાચવ્યો
મોદીના માતા હીરા બા અબ્બાસ અને પોતાના સંતાનોમાં ક્યારેય ભેદભાવ ન કરતા. તેમણે બ્લોગમાં લખ્યુ છે કે, અબ્બાસ મારા ઘરમાં રહીને જ મોટો થયો, વાંચતો-લખતો થયો. હીરા બા તેના પર ખાસ ધ્યાન આપતા હતા. એટલુ જ નહિ, તહેવારો પર આસપાસના બાળકો અમારા ઘરે આવીને ભોજન કરતા હતા. કારણ કે, તેઓને હીરા બાના હાથનુ ભોજન વધુ પસંદ હતું.