નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચની ખાસિયત જોતા એમ કહેશો કે, તેમાં વાંધો ઉઠાવવા જેવું કંઈ નથી
- અમદાવાદની પીચની વાત કરીએ તો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 મલ્ટીપલ પીચ છે. આટલી દુનિયાભરમાં કોઈ ગ્રાઉન્ડ પર નથી
- આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. તેથી હવે ચેપ્ટર તો ક્લોઝ છે
ઝી મીડિયા/બ્યૂરો :નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા ભલે ઈંગ્લેન્ડ સામેની મેચ જીતી ગઈ હોય, પરંતુ પીચનો વિવાદ હજી શમ્યો નથી. પીચ પર હજી પણ સવાલો વરસી રહ્યાં છે. એક પીચ તરફી, અને બીજી પીચ વિરોધી એમ ગ્રૂપ પડ્યા છે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર પ્રકાશ પાડીએ. જેને ઈંગ્લેન્ડના કેટલાક પૂર્વ ક્રિકેટરો ઈંગ્લેન્ડની હારનો ટોપલો અમદાવાદની પીચ પર ઢોળી રહ્યાં છે.
પીચના વિવાદના બે ભાગ પડ્યો
ક્રિટીસીઝમના બે પાર્ટ બની ગયા છે. જોકે, મેચ સ્પિનરને ફાયદો થાય એવી પીચ નથી એવી વાત જ ખોટી છે. વિવાદ આવી પીચ હોવી જોઈએ કે નહિ એ મુદ્દો છે. જાણકારોનુ કહેવુ છે કે, એવી પીચ હોવી જોઈએ કે બેટ અને બોલ વચ્ચે સ્પર્ધા થાય તેવી પીચ હોવી જોઈએ. આવી પીચ પર જ સ્પિનર જ ચાલે. મેચનું પરિણામ મરજી મુજબનું ન આવે તો ટીમ રોવા લાગે આ પીચ મેચ માટે પરફેક્ટ છે. પીચ પોતાની મરજી મુજબની ન હોય તો ટીમ રોવા લાગે છે. પરંતુ મજેદાર વાત તો એ છે કે, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયાની ટીમો પોતાના પ્લેયર્સને બેક સપોર્ટ આપે છે. જોકે, ભારતમાં એવુ નથી. અહીં ટીમની હારનો ટોપલો ટીમ પર જ આવે છે.
આ પણ વાંચો : હાર્દિક પટેલના હોમટાઉન વિરમગામમાં કોંગ્રેસની હાર, પક્ષને ન જીતાડી શક્યો
5 નંબરની પીચ પર મેચ રમાઈ હતી
અમદાવાદની પીચની વાત કરીએ તો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 11 મલ્ટીપલ પીચ છે. આટલી દુનિયાભરમાં કોઈ ગ્રાઉન્ડ પર નથી. મેલબોર્નના સ્ટેડિયમમાં પણ માત્ર 9 પીચ છે. પીચની બનાવટમા પાણીનો રોલ મોટો હોય છે. જેથી પાણીના અભાવે મેલબોર્નમાં માત્ર 5 થી 6 પીચનો જ ઉપયોગ થાય છે. હાલ જે મેચ રમાઈ તે પીચ નંબર 5 પર રમાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6 પીચ લાલ માટીની છે, અને 5 પીચ કાળી માટીની છે. લાલ માટીની પીચ સ્પિનર્સને મદદ કરે છે. આવી પીચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમની છે. લાલ માટીની પીચ પર બોલ જલ્દીથી ટર્ન થાય છે અને બાઉન્સર્સને માફક આવે છે. આવી પીચ
પર માટી વધુ ઉડે છે. તો કાળી માટી પીચને બાંધી રાખે છે. જેમ કે, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં બ્લેક પીચ છે.
આ પણ વાંચો : બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’
ઈંગ્લેન્ડની ટીમે વાંધો ન ઉઠાવ્યો, તો ચેપ્ટર ક્લોઝ
હવે વાત ભારતીય ટીમની જીતની કરીએ તો, આઈસીસીની ગાઈડલાઈન મુજબ, હોમ ટીમ પાસે વિકેટ બનાવવાનો વિકલ્પ હોય છે. મેચ જલ્દી પતે તો હારનાર ટીમ વાઁધો ઉઠાવી શકે છે. મેચ બાદ રેફરીએ રિપોર્ટ લખવાનો હોય છે. આ કમ્પેઈનનો રિપોર્ટ આઈસીસી પાસે જાય છે. જો પીચ ખરાબ હોય તો તેને ડી-મેરિટ પોઈન્ટ મળે છે. આ ડી-મેરિટ પોઈન્ટ પાંચ વર્ષ સુધી કાઉન્ટમાં રહે છે. કેટલાક સંજોગોમાં 12 થી 24 મહિના માટે મેચ પર પ્રતિબંધ પણ રખાય છે. જોકે, આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. તેથી હવે ચેપ્ટર તો ક્લોઝ છે.
આ પણ વાંચો : આરીફે નફ્ફટાઈની તમામ હદ વટાવી હતી, આયશાની સામે પ્રેમિકા સાથે પ્રેમનો નગ્ન નાચ ખેલતો
ભારતીય પ્લેયર્સની ખેલદિલી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચની વાત કરીએ, તો તેની ખાસિયત જોતા જ એમ લાગે કે તેમાં વાંધો ઉઠાવવા જેવું કંઈ નથી. 2018 ની સાઉથ આફ્રિકા સામેની એક મેચમા હાર બાદ વિરાટ કોહલીએ કહ્યુ હતુ કે, હું પીચની વાત કરવા નથી આવ્યો. હુ તો રમવા આવ્યો છું. રમતમાં અનેક ચેલેન્જિસ આવતા રહે છે. તેથી તેને બાજુમા મૂકીને રમત રમવી જોઈએ. અમે રમીશુ અને રોકાઈશું નહિ. તો બીજી તરફ, અનેક પ્લેયર્સ સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈગ્લેન્ડની પીચને ડેન્જરસ પીચ ગણાવી ચૂક્યા છે.