આરીફે નફ્ફટાઈની તમામ હદ વટાવી હતી, આયશાની સામે પ્રેમિકા સાથે પ્રેમનો નગ્ન નાચ ખેલતો

Updated By: Mar 2, 2021, 10:23 AM IST
આરીફે નફ્ફટાઈની તમામ હદ વટાવી હતી, આયશાની સામે પ્રેમિકા સાથે પ્રેમનો નગ્ન નાચ ખેલતો
  • રિવરફ્રન્ટ પોલીસ આરીફને રાજસ્થાનથી અમદાવાદ લઈ આવી 
  • સાંજ સુધી આરીફને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે

આશ્કા જાની/અમદાવાદ :હસતા મોઢે વીડિયો બનાવ્યા બાદ સાબરમતી નદીમાં પડીને મોત વ્હાલુ કરનાર આયશા કેસ (Ayesha suicide case) હાલ સમગ્ર ભારતમાં ચર્ચાઈ રહ્યો છે. દેશની આ દીકરી પર લોકો લાગણી વરસાવી રહ્યાં છે. તો સાથે જ તેના પતિ આરીફ પર ફિટકાર વરસી રહ્યાં છે. આરીફને આકરી સજા આપો તેવી માંગણી સોશિયલ મીડિયા પર ઉઠી છે. આયશાના મોતની જાણ થતા જ આરીફ (ayesha arif khan) રાજસ્થાનથી ફરાર થઈ ગયો હતો. એક સંબંધીના લગ્નમાંથી તે ગાયબ થયો હતો, જેના બાદથી તે દેખાયો ન હતો. આખરે અમદાવાદ પોલીસે તેને પાલીથી ઝડપી પાડ્યો હતો. આજે વહેલી સવારે આરીફને લઈને પોલીસ અમદાવાદ પહોંચી છે. સાંજ સુધી આરીફને કોર્ટમાં રજૂ કરીને પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવશે. 

આ પણ વાંચો : બેવફાએ આરીફે આયશાના મોત પહેલા જ ટીકટોક પર કહ્યું હતું કે, ‘તુમ રોઓગી, તડપોગી, પર...’

સવાલ એ છે કે, આયશા આપઘાત કેસ (Ayesha case) માં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ પોલીસે રાજસ્થાનમાંથી આયશાના પતિની ધરપકડ કરી. રિવરફ્રન્ટ પોલીસની એક ટીમ રાજસ્થાનમાં પહોંચી હતી. લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનના પાલીથી પોલીસે ઝડપી પાડયો છે. આરીફ ખાનની ધરપકડ થતા રિવરફ્રન્ટ પોલીસ આરીફને અમદાવાદ લઈને પહોંચી છે. આયશાના આપઘાત સમયે આરીફ રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હતો. ત્યાર બાદ આરીફ ફરાર થઈ ગયો હતો. આયશાના આપઘાત પહેલાનો વીડિયો વાયરલ થતા આયશાના પતિ સામે લોકોએ ફિટકાર વરસાવ્યો છે, ત્યારે બીજી તરફ પોલીસ પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરીફ લગ્ન બાદથી આયશાને માર મારતો હતો. તે આયશા પ્રત્યે નફરત ધરાવતો હતો. તેથી જ આયશાની ગર્ભાવસ્થામાં પણ તે તેને માર મારતો હતો. આરીફે આયશાની હાલત એવી કરી નાંખી હતી કે, આયશા મોતના રસ્તે નીકળી પડી હતી. આખરે પરિણામ એવું આવ્યું કે, એક માસુમે તેની જિંદગી ગુમાવી અને નિર્દોષ માતાપિતાએ પોતાની દીકરી ગુમાવી. આરીફને આયશા પહેલેથી જ પસંદ ન હતી. તે પત્ની આયશાની સામે જ બીજી યુવતીઓને પ્રેમ કરતો હતો. આ વાત તે અસંખ્યવાર આયશાને કહી ચૂક્યો છે. આરિફ પણ હંમેશા આઈશાને કહેતો કે તું મારુ સ્પેરવ્હીલ છે. હું કોઈ બીજીને પ્રેમ કરું છું. એટલું જ નહીં, નફ્ફટાઈની તમામ હદ વટાવીને તે આઈશાની સામે જ અન્ય યુવતી સાથે વાત કરતો હતો.

આ પણ વાંચો : મતગણતરીનું મહાકવરેજ : કોણ બાજી મારશે? આજે પરિવર્તન થશે કે પુનરાવર્તન?

ગર્ભવતી આઈશાનું બાળક મરી ગયું
આયશા અને આરીફની લગ્ન જીવનમાં અનેક તકલીફો હતી. આ વચ્ચે આરીફ એક વાર આઈશાને અમદાવાદ મૂકી ગયો હતો. તે સમયે આઈશા ગર્ભવતી હતી. પણ આરીફ કહ્યું કે તમે દોઢ લાખ આપો તો જ હું આઈશાને લઈ જઈશ. આરિફના આવા વલણથી આઈશા ડિપ્રેશનમાં આવી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું હતું. જેના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. વધુ પડતું લોહી વહી જતાં તેનું ઓપરેશન કરવું પડ્યું અને તેના બાળકનું ગર્ભમાં જ મરણ થયું હતું. આ પછી પણ આઈશાના પરિવારને દિલાસો આપવાના બદલે આરિફ અને તેના પરિવારજનો રૂપિયાની માંગ કરતા હતા.