ચેતન પટેલ/સુરત :તમે ક્યારેય ઠંડા ઠંડા કુલ કુલ નરેન્દ્ર મોદીને જોયા છે? નહીં ને આજે અમે સુરતમાં કુલ્ફી પર નરેન્દ્ર મોદીને બતાવવા જઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવનાર નરેન્દ્ર મોદીના વિજય પર સુરતમાં એક ખાસ આઈસ્ક્રીમ કુલ્ફી તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહકોના અનેક રૂપ જોવા મળે છે ત્યારે સુરતના એક આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે તેમની ભવ્ય જીતને વધાવવા ખાસ મોદી સીતાફળ કુલ્ફી બનાવી છે, જે લોકોમાં ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. એટલું જ નહિ, માત્ર 24 કલાકમાં બનાવેલી 200 કુલ્ફી ટપોટપ વેચાઈ ગઈ છે.


દીક્ષા લેનાર 12 વર્ષની ખુશી બોલી, ‘મેં સાધ્વી બનવામાં ચાર વર્ષ મોડું કર્યું’


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PMના શપથ સમારોહ માટે ગુજરાતના નેતાઓ દિલ્હી જવા રવાના


દુકાનના મેનેજર આશુતોષ ઝા કહે છે કે, આઈસ્ક્રીમ કુલ્ફી ખરીદવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ગણતરીના સમયમાં તમામ કુલ્ફીઓ વેચાઈ ગઈ હતી. કુલ્ફી ખરીદવા આવેલા લોકો પણ કુલ્ફી જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. નરેન્દ્ર મોદીના આ કુલ અવતારને જોઈ લોકો પણ ખુશ થઈ ગયા છે.