ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત એનએસયુઆઈને નવા પ્રમુખ મળ્યા છે. નરેન્દ્ર સોલંકીએ નવા પ્રમુખનો ચાર્જ સંભાળ્યો હતો. જોકે, નવા પ્રમુખની વરણી પહેલા જ આંતરિક વિવાદ સામે આવ્યો છે. નરેન્દ્વ સોલંકીના ચાર્જગ્રહણ પહેલા અનેક કાર્યકર્તા નારાજ હોવાનુ સામે આવ્યુ છે. સાથે જ NSUI નાં નવા પ્રદેશ પ્રમુખનાં પદગ્રહણ બાદ NSUI ના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફરહાન ખાને રાજીનામુ આપ્યુ છે. આમ, કોંગ્રેસમાં નવો વિવાદ ઉભો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરેન્દ્ર સોલંકી પદગ્રહણ સમારંભમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, યુથ કોંગ્રેસના પુર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, NSUI ના પુર્વ પ્રમુખ હાજર રહ્યા હતા. આ પ્રસંગે નરેન્દ્ર સોલંકીએ કહ્યુ કે, હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીને NSUI નો પ્રમુખ બનાવ્યો તે બદલ શિર્ષસ્થ નેતૃત્વને આભારી છું. વિદ્યાર્થીના પ્રશ્નો મુદ્દે લડવા અને રાજ્યમાં ફેલાયેલા ડ્રગ્સના દુષણને ડામવા કાર્યરત રહીશ. 


આ પણ વાંચો : ગુજરાતમાં હવે કમલમ ફળની ખેતી કરનારા થઈ જશે માલામાલ, જાણો કેવી રીતે


નરેન્દ્ર સોલંકીને વિરોધનો સામનો કરવો પડ્યો
NSUI ના નવા પ્રમુખ ચાર્જ ગ્રહણ કરે તે પહેલાં જ વિરોધનો વંટોળ ઉભો થયો છે. નરેન્દ્ર સોલંકીના ચાર્જગ્રહણ પહેલાં જ અનેક NSUI કાર્યકર્તા નારાજ હોવાનુ સામે આવ્યુ છે. મોટા જુથના ઇશારે રઘુ શર્મા થકી નરેન્દ્ર સોલંકીની પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી થઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. સાથે જ અનેક સિનિયર વિદ્યાર્થી નેતા હોવા છતાં માત્ર એક ચિઠ્ઠીથી નિર્ણય થયાનો નારાજ વિદ્યાર્થી નેતાઓએ આરોપ મૂક્યો છે. નારાજ જૂથે કહ્યુ કે, 10 જેટલા વિદ્યાર્થી નેતાઓ પ્રદેશ અધ્યક્ષની રેસમાં હતા. છતાં કોઇ પણ પ્રકારના ઇન્ટરવ્યુ વિના નરેન્દ્ર સોલંકીની વરણી કરાઈ છે. તેમની કોઇ દાવેદારી ન હતી. માત્ર એક નેતાની ભલામણથી નિમણૂંક થઈ છે. રાષ્ટ્રીય પ્રમુખ નિરજ કુંદનને પણ જાણ નથી અને એઆઈસીસીથી નિમણુંક કરવામાં આવી છે. 


આ પણ વાંચો : 196 કરોડ ગયા પાણીમાં.... ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ કોરિડોર વરસાદી પાણીમાં ગરકાવ


પહેલુ રાજીમાનુ ફરહાન ખાનનું
NSUI નાં નવા પ્રદેશ પ્રમુખનાં પદગ્રહણ બાદ NSUI ના ગુજરાત પ્રદેશ મહામંત્રી ફરહાન ખાને પક્ષને રાજીનામું આપ્યું છે. સાથે જ 500 જેટલા હોદ્દેદારો અને કાર્યકરો રાજીનામા આપશે તેવો દાવો કર્યો છે. તેમણે કહ્યુ કે, તમામ નારાજ નેતા 1 વાગે ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજીનામું આપશે. જે વિદ્યાર્થી નેતાઓ જેલમાં ગયા, તેમને કોઈ છોડાવવા કે પૂછવા નથી આવ્યું. કોઈએ અમારી નોંધ નથી લીધી. જે સાચે કામ કરતા હતા તેવા વિદ્યાર્થી નેતાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે.