ઝી ન્યૂઝ/રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં આવશે તેની વાતો લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ આજે નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને ફરી કોંકડું બરાબરનું ગૂંચવાયું છે. હવે લોકોને નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે મોટી ગૂંચવણ ઉભી થઈ છે. કોંગ્રેસના ધારાભ્યો કહે છે કે એક સપ્તાહમાં નરેશ પટેલને લઈને કોઈ નિરાકરણ આવી જશે અને અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. પરંતુ આજે જ્યારે નરેશ પટેલ રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારે તેમણે આ વિશે પુછવામાં આવ્યું હતું.


ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા રાજકોટ એરપોર્ટ પર એક નિવેદન આપવામાં આવ્યું છે. જેણા કારણે હવે સાચું કોણ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું દિલ્હી નહોતો ગયો, કે દિલ્હીમાં હું કોંગ્રેસના હાઈકમાન્ડને પણ મળ્યો નથી. હા. મને કોંગ્રેસના ચાર ધારાસભ્યો ફ્લાઈટમાં મળ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હજી સર્વે ચાલુ છે. શનિવારે સુધી ખબર પડશે. નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને વધુ એક તારીખ સામે આવી છે. આગામી 17 થી 28 મેં સુધીમાં ખબર પડશે કે હું રાજકારણમાં જોડાઈશ કે નહીં.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube