કાકા-ભત્રીજાને વાકું પડ્યું? નરેશ પટેલે કહી દીધું કે, આ હાર્દિકની ભૂલ છે...
પાટીદાર સમાજમાં કાકા-ભત્રીજાની ઓળખ ધરાવતા નરેશ પટેલ અને હાર્દિક પટેલ હવે સામસામે આવી ગયા હોય તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. નરેશ પટેલના રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે જ ભત્રીજો ભાજપમાં જોડાઈ ગયો છે. ત્યારે થોડા સમય પહેલા એકબીજાની સાથે ઉભા રહેતા નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે આડુ ફાટ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર નરેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે.
ગાંધીનગર :પાટીદાર સમાજમાં કાકા-ભત્રીજાની ઓળખ ધરાવતા નરેશ પટેલ અને હાર્દિક પટેલ હવે સામસામે આવી ગયા હોય તેવા સંકેત દેખાઈ રહ્યાં છે. નરેશ પટેલના રાજકારણમાં આવવાની ચર્ચા વચ્ચે જ ભત્રીજો ભાજપમાં જોડાઈ ગયો છે. ત્યારે થોડા સમય પહેલા એકબીજાની સાથે ઉભા રહેતા નરેશ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે આડુ ફાટ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ પર નરેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે.
હાર્દિક પટેલે ભાજપમાં જોડાતા જ પાટીદાર આંદોલનકારીઓ વિશે કડવા શબ્દો કહ્યા હતા. હાર્દિક પટેલે તાજોતરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ અનેક પાટીદાર નેતાઓ નારાજ થયા હતા. તો ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું છે. નરેશ પટેલે કહ્યુ કે, આંદોલનકારીને અસામાજિક તત્વો કહ્યા તે હાર્દિકની ભૂલ છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચના છિદ્રા ગામે ખોડિયાત માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલ હાજર રહ્યા હતા, ત્યારે તેમણે આ નિવેદન આપ્યુ હતું.
આ પણ વાંચો : Success Story : ભગવાને કદ ભલે નાનું આપ્યુ, પણ દિવ્યાંગ દિવ્યાના હાથમાં એવો જાદુ આપ્યો કે રંગોથી આત્મનિર્ભર બની
શું ભત્રીજાના રસ્તે જશે કાકા...
તો બીજી તરફ, નરેશ પટેલના રાજકારણમાં આવવાને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલના ભાજપના નેતાઓ સાથેના બેનર લાગ્યા છે. રાજકોટના મવડી રોડ પર તોતિંગ બેનર લગાવાયા છે. ‘હાર્ટલી વેલકમ’ના બેનરથી રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નરેશ પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતાઓની તસવીર આ બેનર પર જોવા મળી રહી છે. જેમાં PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ સાથે નરેશ પટેલના ફોટા છે. સાથે જ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાની પણ તસ્વીર છે. આમ, શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે? તેને લઈ ચર્ચાઓ તેજ બની છે. નરેશ પટેલના રાજકારણમાં આવવાની ચર્ચાઓ ચાલી રહી છે. જીમના આયોજકોએ આ પોસ્ટર લગાવ્યા છે. ભાજપના અનેક નેતાઓ જીમના કાર્યક્રમમાં હાજર રહેવાના છે.
આ પણ વાંચો : ભરતસિંહનો પારિવારિક મુદ્દો જગજાહેર બન્યો, હવે વીડિયોમાં પકડાયેલી યુવતી પહોંચી પોલીસ સ્ટેશન
તો આજે ખોડલધામ ચેરમેન નરેશ પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે એક મંચ પર જોવા મળી શકે છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં સમૂહલગ્નમાં પાટીલ અધ્યક્ષ અને મુખ્ય અતિથિ નરેશ પટેલ તરીકે આમંત્રિત છે. પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડિયા આયોજિત સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં 34 સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયુ છે. આમંત્રણ પત્રિકામાં આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણીના નામની બાદબાકી કરાઈ છે. ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્ય સભાન સાંસદ રામભાઈ મોકરિયા અને સાંસદ મોહન કુંડારીયાના સહિત ધારાસભ્ય ગોવિંદ પટેલ, લાખાભાઈ સાગઠિયાના નામનો પણ ઉલ્લેખ કરાયો છે.
આ પણ વાંચો :
ભરતસિંહ સોલંકી સાથે વીડિયોમાં દેખાતી યુવતી કોણ? નેતાએ જ નામ આપીને કર્યો ખુલાસો