રાજકોટમાં કોંગ્રેસી નેતાએ કહ્યું; `નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે, ભરતસિંહ જ આમંત્રણ આપવા ગયા હતા`
ગુજરાત કોંગ્રેસ ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે, હા..નરેશ પટેલ કોંગ્રેસમાં આવે જ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિશ્વાસમાં લેવામાં જ આવ્યા છે. ભરતસિંહ સોલંકી જ આમંત્રણ આપવા ગયા હતા.
ઝી ન્યૂઝ/રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓમાં ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. હાલ ખોડલધામ નરેશ પટેલને લઈને દાવ ફસાયો છે. નરેશ પટેલ હવે કંઈ પાર્ટીમાં જોડાય તે તો આવનારો સમય દેખાડશે. પરંતુ ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે ગુજરાત કોંગ્રેસ માટે કામ શરૂ કરી દીધું છે. બીજી બાજુ રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ખેલ પાડીને નરેશ પટેલને પોતાના પક્ષમાં જોડાવવાના એંધાણ આપી દીધા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાનું નરેશ પટેલને લઈને એક મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ ઉપાધ્યક્ષ ડો.હેમાંગ વસાવડાએ જણાવ્યું છે કે, હા..નરેશ પટેલ કોંગ્રેસમાં આવે જ છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓને વિશ્વાસમાં લેવામાં જ આવ્યા છે. ભરતસિંહ સોલંકી જ આમંત્રણ આપવા ગયા હતા. ગુજરાતમાં કોંગ્રેસને નિરવિવાદિત અને સ્વચ્છ ચેહરાની જરૂર હતી. જેથી નરેશભાઈ સામાજિક અગ્રણી અને ઉદ્યોગપતિ હોવાથી કોંગ્રેસને ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેશ પટેલ ચોક્કસપણે કોંગ્રેસમાં જ જોડાશે એ વાતમાં કોઈ શંકા નથી. તેમને કોંગ્રેસમાં એક મોટું પદ આપવામાં આવશે
ડો. હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલને CM પદનો ચહેરો જાહેર કરવો કે ન કરવો આ બાબતની ચર્ચા હાલ થઈ નથી. તેનો આખરી નિર્ણય યોગ્ય સમયે હાઈકમાન્ડ લેશે.
નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે એક બેઠક મળી હતી
નોંધનીય છે કે, પાટીદાર આગેવાન અને ખોડલ ધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સાતમી એપ્રિલથી 15મી એપ્રિલ વચ્ચે કોંગ્રેસમાં જોડાશે. જી હા...ઝી 24 કલાક પર તારીખ સાથે આ મોટા સમાચાર... બીજી મોટી ખબર એ છે કે નરેશ પટેલને કોંગ્રેસ CM પદના ઉમેદવાર જાહેર નહીં કરે પરંતુ નરેશ પટેલને કેન્દ્રમાં રાખીને જ ગુજરાત કોંગ્રેસ પ્રચારની રણનીતિ તૈયાર કરશે. સાથે જ એક મોટા સમાચાર એ છે કે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરે ગુજરાત કોંગ્રેસ માટે કામ શરૂ કરી દીધું છે.
જી હા... પીકેએ ગુજરાતમાં ઓલરેડી કામ કરવાનું શરૂ કરી દીધુ ંછે અને પ્રશાંત કિશોરની ટીમે કરેલા સર્વેમાં ચોંકાવનારું તારણ સામે આવ્યું છે. પીકેના તારણ પ્રમાણે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સીધી રીતે કોંગ્રેસને 12 થી 13 બેઠકો પર નુકસાન કરી શકે છે અને આ નુકસાનને ખાળવા માટે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તે જરૂરી છે એવું કોંગ્રેસ માની રહી છે.
પ્રશાંત કિશોરની ટીમે કરેલા સર્વે પ્રમાણે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને થનારા નુકસાનને નરેશ પટેલ અટકાવી શકશે. અને આ સર્વેના આધારે નક્કી થયેલા કાર્યક્રમ પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે, અને પ્રશાંત કિશોર બહાર રહીને કોંગ્રેસ માટે કામ ચાલુ રાખશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસ માટે કામ કરવાનું શરૂ કરી દીધુ છે પરંતુ પ્રશાંત કિશોર સત્તાવાર રીતે કોંગ્રેસમાં સામેલ નહીં થાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube