ગુજરાત કોંગ્રેસની મોટી કાર્યવાહી; પૂર્વ PAASના બે દિગ્ગજ નેતાઓને કર્યા સસ્પેન્ડ, બન્ને નેતાઓની વાયરલ થઈ હતી Audio ક્લીપ

બન્ને નેતાઓની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી, જે કથિત ઓડિયો ક્લિપમાં બન્ને નેતાઓએ પક્ષ વિરોધી ટિપ્પણી કરી હતી. જેની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોંધ લેવાઈ હતી અને બન્ને નેતાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં ઈવ્યો છે.

ગુજરાત કોંગ્રેસની મોટી કાર્યવાહી; પૂર્વ PAASના બે દિગ્ગજ નેતાઓને કર્યા સસ્પેન્ડ, બન્ને નેતાઓની વાયરલ થઈ હતી Audio ક્લીપ

ઝી ન્યૂઝ/અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાંથી એક મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસમાંથી પૂર્વ બે પાસના નેતાઓની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. જેમાં અતુલ પટેલ અને વંદના પટેલની હકાલપટ્ટી કરાઈ હોવાનું માલૂમ પડતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. 

તમને જણાવી દઈએ કે બન્ને નેતાઓની એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી, જે કથિત ઓડિયો ક્લિપમાં બન્ને નેતાઓએ પક્ષ વિરોધી ટિપ્પણી કરી હતી. જેની પ્રદેશ કોંગ્રેસ દ્વારા નોંધ લેવાઈ હતી અને બન્ને નેતાઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં ઈવ્યો છે.

ભાજપ-કોંગ્રેસ-AAP બધા કેમ આ પાટીદારને કરે છે પસંદ? જાણો ગુજરાતમાં પાટીદાર પાવરનું ગણિત

શું હતું ઓડિયો ક્લીપમાં?
પાટીદાર સમુદાયના કેટલાક નેતાઓની જ ઓડિયો કલીપ વાયરલ થઈ હતી. PAASનાં બંને  પૂર્વ  નેતાઓ વચ્ચેની વાયરલ વાતચીત ક્લીપમાં કોંગ્રેસની આંતરિક સ્થિતિનો ઓડિયો ક્લીપમાં ઉલ્લેખ કરી કોંગ્રેસના નેતા સિધ્ધાર્થ પટેલ પર કર્યા આક્ષેપ કર્યા હતા. PAASના મહિલા નેતા વંદના પટેલ અને અતુલ પટેલની વાતચીતમાં વંદના પટેલ કહી રહી છે કે ‘વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા પાટીદાર આંદોલનના નામે લોકો નીકળી પડ્યા છે. હું જે દિવસે બોલીશને તો કોંગ્રેસની બધી મહેનત પર પાણી ફરી વળશે.. અને ભાજપમાં જોઈશેને એટલા રૂપિયા આપશે…આ તો હું બોલતી નથી, જે હારી ભાળે તેની પાછળ પેલા સિઘ્ઘાર્થ અને એ બસ…, ગીતા એમાં તો ટિકીટ લઈ આવી’

વંદના પટેલે એવો આક્ષેપ લગાવ્યો હતો કે પહેલા વટવામાં પ્રચાર ન કરવાના રૂપિયા લીધા અને પછી પ્રચાર કર્યો હતો. ઉપરાંત ગીતા પટેલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, વિધાનસભાની ચુંટણીઓ આવતા પાટીદાર આંદોલનના નામે લોકો નીકળી પડ્યા છે. હું જે દિવસે બોલીશ એ દિવસે વરૂણ અને દિનેશ બધા બંધ થઇ જશે. આંદોલનના નામે પૈસા ભેગા કરવા અને ટિકિટ લેવા નીકળી ગયા છે. આ બધા કોંગ્રેસના નાક દબાવવા અને પોતાની ટિકિટ માટે નિકળ્યા છે. કોંગ્રેસની 20 બેઠકો પણ વિધાનસભા આવવાની નથી. બોલીશને તો કોંગ્રેસની બધી મહેનત પર પાણી ફરી વળશે. 

કોણ છે અતુલ પટેલ?
હાલમાં કૉંગ્રેસના પ્રવક્તા તરીકે સક્રિય અતુલ પટેલ પણ એેક સમયે હાર્દિક પટેલની કૉર ટીમના સભ્ય હતા. મોટાં આંદોલનો હોય કે પછી પ્રેસ કૉન્ફરન્સ અતુલ પટેલ હંમેશાં હાર્દિકની સાથે દેખાતા હતા. જોકે, 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ તેઓ સક્રીય રીતે કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. એક સમયે અતુલ પટેલે કહ્યું હતું કે તેઓ કૉંગ્રેસ પાર્ટી માટે દેશભરના પાટીદાર સમાજના લોકોને મળે છે. "હાલમાં જ હું રાજસ્થાન, મધ્ય પ્રદેશ, અને જસદણની ચૂંટણીમાં સક્રિય રીતે કાર્ય કર્યું છે."

કોણ છે વંદના પટેલ?
હાર્દિક પટેલના અનામત આંદોલનમાં એક સમયે પાસની મજબૂત પીઠબળ ગણાતા વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનમાંથી આગળ આવ્યાં છે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની નજીક છે. વંદના પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચેહરો બન્યા હતા અને મૂળ મહેસાણાનાં છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદના પટેલ કોંગ્રેસમાં જોડાયાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news