નર્મદે…સર્વદે...!! નર્મદા ડેમ 138.68 મીટરે છલકાયો, ઈ-વધામણા કરીને PM મોદીને આપી મનગમતી ભેટ
- સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલકાયો.
- રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ આરતી અને પૂજન કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટીએ છલકાયો છે. આજે 17 સપ્ટેમ્બરે PM મોદીનો જન્મદિવસ પણ છે. ત્યારે તેમના જન્મદિવસે નર્મદા નદીના વધામણા કરવામાં આવ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ આરતી અને પૂજન કરીને નર્મદા મૈયાનાં વધામણાં કર્યાં હતાં. તો બીજી તરફ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસમાંથી વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી ઇ-પૂજન કરીને વધામણાં કર્યાં હતા. આમ, પીએમ મોદી માટે આ ભેટ ખાસ બની રહી હતી.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : ‘મોદીજી સાથે છે તો હિંમત આવશે જ...’ આ જુસ્સા સાથે દિવ્યાંગો સાઈકલ પર નીકળ્યા દિલ્હીની સફરે
આપણે જળમાં પણ સરપ્લસ બનવાના છીએ
મુખ્યમંત્રીએ ઈ-વધામણા કરીને કહ્યું હતું કે, આજે આપણા માટે આનંદનો દિવસ છે. ભારતને વિશ્વમાં મહત્વનું સ્થાન અપાવનાર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. આપણે જનતા વતી વિકાસના કામોની ભેટ આપી છે. તેમના જન્મ દિવસ નિમિત્તે વિકાસના કામ કરીએ. નરેન્દ્ર મોદીએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે. દરેકે વિકાસનો હિસાબ આપવો પડે છે. સમગ્ર ભારત માં 24 કલાક પાણીની યોજના શરૂ થઈ રહી છે.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા
પાણી માટે દોડતી બહેનો ભૂતકાળ બનશે
તેમણે આગળ કહ્યું કે, તેથી પોતાનું કામ છોડી પાણી માટે દોડતી બહેનોનું ચિત્ર હવે ભૂતકાળ થઈ જશે. ગાંધીનગર આવનાર દિવસોમાં સમગ્ર ભારતને દિશા બતાવશે. આપણે વીજળીમાં સરપ્લસ સ્ટેટ બન્યા છીએ. જળમાં પણ સરપ્લસ બનવાના છીએ. જળ સંચય અભિયાન ચલાવી રહ્યા છીએ. ડિસેલિનીશેન પ્લાન્ટ ખારા પાણીને મીઠા કરવા જઈ રહ્યા છીએ. નલ સે જળ 76 ટકા કામ પૂર્ણ કર્યું છે. પ્રધાનમંત્રીના સ્વપ્ન 100 ટકા કામ 2022 પહેલા કામ પૂર્ણ થશે. તેથી પાણી જેટલું વાપરશે એટલું જ બિલ આવશે. માટે લોકો કરકસરથી પાણી વાપરતા થશે.
PM મોદીના જન્મદિવસ પર આ પણ વાંચો : મોદીજીનું આ રૂપ જોઈને રહી જતો દંગ, ક્લિક કરો તો તસવીરોમાં દેખાશે જાદુ...
વધુમાં તેઓએ કહ્યું કે, પંચામૃત કાર્યક્રમો ગુજરાત સરકાર કરી રહી છે. નરેન્દ્રભાઈ અને અમિતભાઈની જોડીએ સુશાસન પ્રસ્થાપિત કર્યું છે. સ્વરાજ્ય માટે ગાંધીજીએ નેમ લીધી એમ સુરાજ્ય સ્થાપી રહ્યા છે. ગાંધીનગર લોકસભા અને ગાંધીનગરના લોકોની ચિંતા અમિતભાઇ કરી રહ્યા છે. કોરોનાના સંક્રમણ સામે વિશ્વ લડી રહ્યું છે. કોરોનાના રોદણા રોવા નથી. સાવચેતી સાથે કામ શરૂ કરીએ. કોરોના સામે લડાઈ લડી કોરોના હારશે, અને ગુજરાત જીતશે તે મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ.
આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70 માં જન્મ દિવસ નિમિત્તે ગાંધીનગર શહેરને 24 કલાક પાણી પૂરું પાડવાના પ્રોજેક્ટનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 229 કરોડના પ્રોજેક્ટ અંતર્ગત શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગની સ્માર્ટ સિટી અને અમૃતમ યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકો પણ ગોથુ ખાઈ ગયા તેવા લાઈટવાળા દેડકાની સત્ય હકીકત આવી સામે