પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા

રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે.

પીએમ મોદી જન્મદિવસ : રાજકોટની લકી બેઠકે જ પીએમ મોદીને મુખ્યમંત્રીના પદ સુધી પહોંચાડ્યા હતા

રક્ષિત પંડ્યા/રાજકોટ :17 સપ્ટેમ્બર, 1950 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ થયો હતો અને આજે છે 17 સપ્ટેમ્બર 2020. આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi birthday) 70 માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજકોટ સાથે યાદો તાજી થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનમાં રાજકોટ અનોખું સ્થાન ધરાવે છે અને તેઓ હર હંમેશ રાજકોટની જનતાનો આભાર માને છે. કારણ કે તેઓ પોતાની જીવનની પ્રથમ ધરાસભા રાજકોટથી લડ્યા હતા અને જંગી જીત બાદ તેઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

રાજકોટ ધારાસભાની બેઠક 2 હવે પશ્ચિમની બેઠકથી ઓળખાય છે. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીંથી કોઇ પણ ઉમેદવાર ઉભો રહે એટલે કેસરીયો લહેરાય તે નક્કી જ હોય છે. નરેન્દ્ર મોદી પહેલી ચૂંટણી રાજકોટની આ બેઠક પર લડ્યા હતા અને જીત હાંસલ કરી હતી. બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને હાલ પ્રધાનમંત્રી છે. રાજકોટની આ સીટ લકી માનવામાં આવે છે..

વજુભાઇ વાળાએ પ્રધાનમંત્રી મોદી માટે આ બેઠક ખાલી કરી હતી

આ બેઠક પર કર્ણાટકના ગર્વનર વજુભાઇ વાળા સતત જીતતા આવ્યા હતા. આ બેઠક પરથી લડવા ભાજપના મોટાગજાના નેતા આજે પણ તલપાપડ હોય છે. કારણ કે, આ બેઠક લકી માનવામાં આવે છે. અહીંથી જે ઉમેદવાર ઉભો રહે તો સીએમ સુધી પહોંચી શકે તેવી માન્યતાઓ છે અને એ સાચી પણ પડે છે. 2002ની સાલમાં મોદીનો જાદુ ગુજરાત પર છવાયો હતો. જેમાં મોદી મેજીક છવાયો હતો. સવાલ એ હતો કે તે મુખ્યમંત્રીના પ્રબળ દાવેદાર હતા. પરંતુ એક પણ વખત ધારાસભા લડ્યા નહોતા, મોદીને પણ ગુજરાતભરમાં રાજકોટની 2 નંબરની બેઠક જ સલામત લાગી હતી અને અહીંથી ચૂંટણી લડ્યા અને જંગી બહુમતીથી જીત્યા હતા અને સીધા મુખ્યમંત્રી બની ગયા હતા.

14 હજારથી વધુ મતે થયો હતો વિજય

નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના પ્રચારક રહ્યા હતા. 1990ના દાયકામાં ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી હતા. ઓક્ટોબર 2001માં તેમને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી હતી. તે વખતે તેઓ વિધાનસભાના સભ્ય ન હતા. મુખ્યમંત્રી તરીકે ટકી રહેવા 6 મહિનામાં વિધાનસભામાં ચૂંટાવુ અનિવાર્ય હતું. તે વખતે વજુભાઈ વાળાએ તેમના માટે રાજકોટ-2ની બેઠક ખાલી કરતા પેટા ચૂંટણી આવી હતી. જેમાં મોદીએ ઉમેદવારી કરી હતી. ફેબ્રુઆરી 2002માં મુખ્યમંત્રી તરીકે તેઓ રાજકોટથી પેટાચૂંટણી લડી અને જીત હાંસલ કરી હતી. ઘણાને ચૂંટણી જીતાડવાનો તેમને અનુભવ હતો. પરંતુ જિંદગીની પહેલી ચૂંટણી તેઓ રાજકોટમાં લડ્યા અને 14 હજારથી વધુ મતથી વિજેતા બન્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news