Narmada River: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમના આવતી કાલે દરવાજા ખોલવામાં આવશે તેવી જાહેરાત થઈ ચૂકી છે. નર્મદા ડેમમાંથી આવતીકાલે સવારે 6 વાગ્યે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. વહેલી સવારે ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે. સરદાર સરોવર નર્મદા ડેમ ની સપાટીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર 132 મીટર પાર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી માત્ર 7 મીટર દૂર છે. ઉપરવાસમાંથી 392487 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!


ભરૂચના કલેક્ટર દ્વારા એક ટ્વિટ કરીને આ વિશે માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં જણાવ્યું છે કે તા 11-08-2024ના સવારના 6 કલાકે 2 લાખ ક્યૂસેક સુધી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવનાર છે. જેના કારણે હાલની સ્થિતિએ નર્મદા નદી ભયજનક સપાટી વટાવવાની શક્યતા નહીવત છે. જેથી હાલ નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોને માત્ર સાવચેત રહેવાનું છે. બીનજરૂરી ભયભીત થવાની જરૂર નથી.



આ 6 કિસ્સાઓના લીધે દેશભરમાં ગુજરાતને આવ્યો નીચું જોવાનો વારો! હંમેશા માટે લાગ્યો દાગ


સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી છે. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી છે. તો નર્મદા ડેમ 80 ટકા ભરાયો છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.


વધુ એક સિસ્ટમ ગુજરાતમા લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે મેઘો, અંબાલાલની આગાહી 


પાણી છોડાતા કાંઠાના ગામને એલર્ટ કરાયા
વડોદરાના નર્મદા અને ઢાઢર નદીના કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમ અને દેવ ડેમમાથી પાણી છોડવાને લઇ એલર્ટ કરાયા છે. ઢાઢર નદીના કિનારે આવેલ 36 ગામો અને નર્મદા નદીના કિનારે આવેલા 25 ગામોમાં અલર્ટ પર મૂકાયા છે. નદીમાં પૂર આવવાની સ્થિતિમાં સાવચેતી રાખવા તેમજ સુરક્ષિત સ્થળે ખસી જવા તંત્રએ અપીલ કરી છે. 


શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેક બની રહ્યો છે કાતિલ? આ આંકડાઓ તમને સો ટકા ડરાવશે!


સરદાર સરોવર ડેમની કુલ સંગ્રહશક્તિ ૯,૪૬૦ મિલિયન ક્યુબીક મીટર છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં સંગ્રહ શક્તિના ૭૦ ટકા એટલે કે, ૬,૬૨૨ મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થતા, ડેમમાં પાણીની સપાટી વોર્નિંગ સ્ટેજ પર પહોંચી છે. સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીને વોર્નિંગ સ્ટેજથી ઘટાડવા માટે રીવર બેડ પાવર હાઉસના (RBPH) માધ્યમથી આશરે ૨૮,૪૬૪ કયુસેક પાણીને નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમ સરદાર સરોવર નિગમની યાદીમાં જણાવાયું છે.