આ 6 કિસ્સાઓના લીધે દેશભરમાં ગુજરાતને આવ્યો નીચું જોવાનો વારો! હંમેશાં માટે લાગ્યો કાળો ધબ્બો

Gujarat Education: ગુજરાતમા શિક્ષણ તંત્ર સાવ ખાડે ગયુ છે તેનો મોટો પુરાવો સામે આવ્યો છે. હવે ગુજરાતમાં નોકરી કરતા અને પરદેશ વસતા શિક્ષકોનો મોટો પર્દાફાશ થયો છે.

આ 6 કિસ્સાઓના લીધે દેશભરમાં ગુજરાતને આવ્યો નીચું જોવાનો વારો! હંમેશાં માટે લાગ્યો કાળો ધબ્બો

Gujarat Education: ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જી.હા એક તરફ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટથી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યુ છે. ત્યારે બીજી તરફ શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે સરકારી નોકરી કરતા શિક્ષકો જલસા કરી રહ્યા છે. હાલમાં જ 6 ઘટનાઓ સામે આવી છે કે જેમાં શિક્ષકો શાળાના પગથિયા જાણે ભૂલી જ ગયા છે. 

કઈ 6 ઘટનાઓએ ગુજરાતના શિક્ષણને કલંકિત કર્યું?

  • ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023થી ગેરહાજર છે.
  • મહેસાણા જિલ્લાના રણછોડપુરા ગામમાં કવિતા દાસ નામની શિક્ષિકા છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં છે. 
  • કચ્છના માંડવીના શીરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકા ન આવતા હોવાની ફરિયાદ સામે આવી છે. 
  • બનાસકાંઠાના અંબાજીમાં નોકરી ચાલુ છે, તેવા મહિલા શિક્ષક ભાવનાબેન પટેલ અમેરિકામાં સ્થાયી થયેલા છે. ભાવનાબેનને તો અમેરિકામાં ગ્રીનકાર્ડ પણ મળી ગયુ છે. છતાં નોકરી તો અંબાજીમાં ચાલી રહી છે.
  • ખેડાના કપડવંજની કે જ્યાં 80 હજારનો પગારદાર શિક્ષક આશિષ પટેલ ઘરે બેસીને જલસા કરી રહ્યો છે. આશિષ પટેલની નોકરી કપડવંજના શિવપુરામાં છે, પરંતુ તે સ્કૂલે નથી જતો, જેની જગ્યાએ તેણે ભાડુઆત ડમી શિક્ષક રાખી દીધો છે. 
  • તો ત્રીજી ઘટના પણ અંબાજી જેવી છે. જ્યાં બનાસકાંઠાના વાવનો શિક્ષક કેનેડામાં જઈને સ્થાયી થઈ ગયો છે. તેમ છતાં વાવની ઉંચપા શાળામાં તેની નોકરી ચાલુ છે. શિક્ષક દર્શન પટેલ નવેમ્બર 2022થી શાળામાં નથી આવી રહ્યો, છતાં હજુપણ શાળામાં તેનું નામ બોલાઈ રહ્યું છે.

કેનેડા અને અમેરિકામાં વસતા શિક્ષકોની હાથજ, વાવ અને દાંતામાં નોકરી ચાલુ છે. તો ખેડાના કપડવંજમાં પોતાના બદલે અન્યને ભણાવવા મોકલતા શિક્ષક સામે એક્શન લેવાની માંગ ઉઠી છે. તો બીજી તરફ, મહેસાણાના કડીની જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. 

ખેડાની શિક્ષિકા એક વર્ષથી કેનેડા ગાયબ
બનાસકાંઠાના વધુ એક પરદેશી શિક્ષકનો કિસ્સો સામ આવ્યો છે. વાવના ઊંચપાના શિક્ષક કેનેડા સ્થાયી થયા છે. વર્ષથી માસ્તર સાહેબે શાળામાં પગ નથી મુકયો. તો બનાસકાંઠા બાદ ખેડા જિલ્લામાં વધુ એક શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. ખેડા  નડિયાદ તાલુકાના હાથજ પ્રાથમિક શાળાના સોનલ બેન પરમાર એક વર્ષથી વિદેશ જતા રહ્યા છે. સોનલબેન 1/9/2023 થી શાળામાં ગેરહાજર છે. અમેરિકા જતા પહેલા તેમણે શિક્ષણ વિભાગ પાસેથી એનઓસી પણ લીધું નથી. NOC ન લીધી હોવાથી વિભાગ તરફથી કારણ દર્શક નોટીસ પણ ફટકારાઈ છે. શિક્ષકોની ફરજ ભંગનો નોટીસમાં ઉલ્લેખ કરાયો છે. ધોરણ એક થી 8 ની સ્કૂલ માં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળાના મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરતા તેઓની ગેરહાજરી પુરાય છે. પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા સોનલબેનને નોટિસ અપાઇ છે, આજ દિન સુધી સોનલબેને નથી આપ્યો જવાબ. 

મહેસાણાની શિક્ષિકાઓ ગેરહાજર 
મહેસાણાના કડી ના રણછોડપુરા પ્રા. શાળાની શિક્ષિકા કેટલાક મહિના વિદેશ પ્રવાસે છે. 1-08-2024 થી શિક્ષિકા વિદેશ પ્રવાસે ગયાની માહિતી છે. આ મામલે ઉચ્ચતર કચેરીને જાણ કરી હોવાની માહિતી છે. શિક્ષિકા વિદેશ પ્રવાસ ગયા હોવાથી વિધાર્થીઓને તકલીફ પડી રહી છે. તો આ બાજુ, કવિતા દાસ નામના શિક્ષિકા પણ સ્કૂલે આવતી નથી. શિક્ષિકા ન આવતા ગામના સરપંચે બદલવા માંગ કરી છે. શિક્ષિકા ન આવે તો બોલાવે વિદ્યાર્થીઓને સમસ્યા થાય છે. તંત્ર પણ ન લાવી શક્તા હોય તો શિક્ષક બદલી નાંખો. ગામના સરપંચ કૈલાસબેન પટેલે જણાવ્યું કે, ગામમાં કવિતા દાસનામના શિક્ષક આવતા નથી. મે રજુઆત કરી પણ આવતા નથી. સ્કૂલમાં આવતા નથી એટલે વિદ્યાર્થીઓને સમસ્યાનો સામનો કરવો પડે છે. તંત્ર સમક્ષ માંગ કે બેન સ્કૂલમાં આવે અથવા નવા શિક્ષકને અહીંયા મુકો 

રાજ્યમાં સરકારી શાળાઓમાં સતત ગેર હાજર રહેતા શિક્ષકોની તપાસ જરૂરી છે. મહેસાણા જિલ્લામાં જ 10 શિક્ષકો સતત ગેર હાજર રહેતા હોવાની માહિતી મળી છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 10 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે. કડી, જોટાણા, વિજાપુર, મહેસાણા, વડનગર તાલુકામાં શિક્ષકો સતત ગેરહાજર છે. કેટલાક શિક્ષકો શારીરિક અસક્ત તો કેટલાક વિદેશ જતા રહ્યા હોવાની માહિતી મળી છે. કેટલાક શિક્ષકોને નોટિસ આપી હોવા છતાં ગેરહાજર છે. શિક્ષકોની ગેરહાજરીના લીધે બાળકોના અભ્યાસ ઉપર અસર પડે છે. ગેરહાજર રહેતા શિક્ષકો  સસ્પેન્ડ કરી નવા શિક્ષકો મૂકવા માંગ કરાઈ છે. કોઈક 2017 થી તો કોઈક કેટલાક મહિનાથી ગેર હાજર 

ખેડાનો બીજો કિસ્સો
કપડવંજના આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની લાલિયાવાડી સામે આવી છે. તાલુકા મથકથી 25 કિમી દૂર શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર જોવા મળ્યા હતા. સ્કૂલમાં ગેરહાજર મુખ્ય શિક્ષક આશિષ પટેલ અન્ય વ્યક્તિને પોતાના સ્થાને હાજરી ભરાવે છે. રૂ. 80 હાજર પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષક બની વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું સામે આવ્યું છે.

તો ખેડાના ગાયબ શિક્ષકા અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલાએ જવાબ આપ્યો કે, આશિશ પટેલ કેસમાં ગઈકાલે તેઓ પુસ્તક લેવા માટે ગયા હતા તેનો પત્ર પણ મળ્યો છે. જોકે તેમના સ્થાને જે વ્યક્તિ મુકી ગયા હતા તે ગામના વ્યક્તિ છે શા માટે મુકીને ગયા હતા તે તપાસનો વિષય છે. કોઈ ત્રુટી દેખાશે તો ચોક્કસ કાર્યવાહી કરીશું. ત્યાં જઈને તપાસ કરવામાં આવશે, જો સત્ય બહાર આવશે તો ત્યાં કંઈ દેખાશે તો કામગીરી કરાશે. તો સોનલ પરમાર અંગે કહ્યું કે, વિદેશ ગયેલા શિક્ષકોનો નોટીસ આપી છે. જો જબાવ નહી આવે તો તેમને ટર્મિનેટ કરી દેવાશે. પહેલાં પણ ત્રણ શિક્ષકોને અમે ટર્મિનેટ કરી ચુક્યા છીએ . 

કચ્છમાં પણ આવું જ
વિધાર્થીઓનું ભવિષ્ય સુધારતા શિક્ષક જ સુધરતાં નથી. કચ્છના માંડવીના શીરવા ગામની પ્રાથમિક ગ્રુપ શાળામાં શિક્ષકની મનમાની સામે આવી છે. નીતા ડી પટેલ નામની શિક્ષક છેલ્લા 3 વર્ષથી અવારનવાર ગેરહાજર રહે છે. શિક્ષકની મનમાની લઇ અનેક રજુઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું. શિક્ષકની ગેરહાજરીના કારણે વિધાર્થીઓના ભવિષ્ય જોખમમાં છે. શાળા નહીં પરંતુ બાપનું બગીચો હોય તેમ મનફાવે શિક્ષિકા શાળામાં આવે છે. શિક્ષકની ગેરહાજરી સંદર્ભે જિલ્લા કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નોટિસ પાઠવ્યા છતાં શિક્ષકમાં કોઈ સુધાર નથી. 

બનાસકાંઠામાં દાંતા બાદ વાવના ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક બે વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી જોકે શિક્ષણ વિભાગ દ્વારા એક માસ અગાઉ આ શિક્ષકને નોકરી ઉપરથી બરતરફ કર્યા હોવાનું સામે આવ્યું છે. જો કે સતત ગેરહાજર રહેતા શિક્ષકના કારણે બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે તો આવા ભૂતિયા શિક્ષક વિરોધ શિક્ષાત્મક પગલાં ભરાય તેવી માંગ ઉઠી રહી છે.

બનાસકાંઠાના દાતાના પાંછા બાદ વાવના ઊંચપામાં પણ ભૂતિયો શિક્ષક જોવા મળ્યો છેલ્લા બે વર્ષથી શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું સામે આવ્યું છે દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક જેઓ જિલ્લા અરસપરસમાં ખેડાના મુઆડી થી બનાસકાંઠાના વાવના ઊંચપા ખાતે બદલી કરવામાં આવી હતી પરંતુ 6 માસ જેટલો સમય વીત્યા બાદ છેલ્લા બે વર્ષથી શિક્ષક શાળામાં ગેરહાજર જોવા મળી રહ્યા છે જોકે આચાર્ય અને એસએમસી દ્વારા જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ શિક્ષક દ્વારા નાતો રાજીનામું આપવામાં આવ્યું કે ના હાજર થયા અંતે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગેરહાજર રહેતા દર્શન અંબાલાલ પટેલ તેમને નોકરી ઉપરથી બરતરફ કર્યા છે.

જોકે આ મામલાને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વીનું પટેલનું કહેવું છે કે વાવના ઉચપા પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ વિદેશ ગયા હોવાથી તેમની સતત એક વર્ષથી વધુની ગેરહાજરીના કારણે શાળાના આચાર્યે દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને રિપોર્ટ કરેલો તેને લઈને તાલુકા શિક્ષણ અધિકારીએ એમને નોટિસ આપી હતી પરંતુ તેનો તેમને કોઈ જવાબ આપેલ નહિ..જેને લઈને તાલુકા શિક્ષણ અધિકારીએ અહીં જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરેલ જેને લઈને અમે તેમને 3 નોટિસો ઇશ્યુ કરેલ પરંતુ તેમને તેનો કોઈ પ્રત્યુત્તર ન આપતા અમે તેમને ગયા મહિને નોકરી માંથી બરતરફ કર્યા છે. તેમને પેંશન સહિતના કોઈ લાભ મળશે નહીં તેમના નાણાં જે હશે તે પણ સરકારમાં જમા રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news