જયેશ દોશી/નર્મદા :સરદાર સરોવર નર્મદા ડેમ (narmada dam) નાં કેચમેન્ટ વિસ્તારમાં ફરી એકવાર મુશળધાર વરસાદ વરસતા ડેમમાં 2.30 લાખ ક્યુસેક્સ પાણીની આવક થઈ છે. જેને કારણે 131 મીટરની સપાટી વધતા નર્મદા ડેમનાં 15 દરવાજા સીઝનમાં પહેલી વખત ખોલીને 3 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. નર્મદા ડેમના 15 દરવાજા હાલ ખુલ્લા છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 131.11 મીટરે પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 2.45 લાખ ક્યુસેક અને જાવક 1.25 લાખ ક્યુસેક છે. નોંધનીય છે કે, અગાઉ જ્યારે નર્મદા ડેમના દરવાજા ખોલાયા હતા, ત્યારે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લા એમ ત્રણ જિલ્લાને એલર્ટ કરાયા હતા. તો હાલ પણ એ તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. સાથે સાથે નર્મદા જિલ્લાના અધિકારીઓને હેડ ઓફિસ ન છોડવા સૂચના પણ અપાઈ છે. આ ત્રણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોના લોકોને પૂર જેવી સ્થિતિ જો સર્જાય તો સુરક્ષિત સ્થળે પહોંચાડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરાઈ છે.


પત્નીની હત્યાને આત્મહત્યામાં ખપાવવું ભારે પડ્યું પતિને, 8 વર્ષના બાળકે ખોલી પોલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાયું 
ડેમમાંથી 1 થી 2 લાખ ક્યુસેક પાણી છોડવાના મેસેજના 2 દિવસ બાદ શુક્રવારે ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડાતાં સાંજે નર્મદા ડેમના 30 પૈકી 15 દરવાજા 3 ફૂટ ખોલી 50 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે. 


ઐતહાસિક મલ્હારરાવ ઘાટ પાણીમાં
તો બીજી તરફ, ચાંદોદના ઐતહાસિક મલ્હારરાવ ઘાટના 32 પગથિયાં બાકી રહી ગયા છે. બાકીના તમામ પગથિયા પર નર્મદા નદીનું પાણી ફરી વળ્યું છે. નર્મદા નદીની પાણીની સપાટી વધતા કરનાળી ગામમાં પાણી ભરાઈ શકે છે. તો તંત્ર દ્વારા નર્મદા કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. યાત્રાધામ ચાંદોદની નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા વહી બે કાંઠે ધસમસતા પ્રવાહ સાથે વહી રહી છે. નર્મદા નદીમાં નવા નીર આવતા નાવિકો ખુશખુશાલ થયા છે. કારણ કે, છેલ્લા 6 માસથી નર્મદા સૂકીભઠ હતી. 


ભરૂચની ઝૂપડપટ્ટી ખાલી કરાવાઈ
ભરૂચના નર્મદા કિનારે જળ સપાટી સામાન્ય બની રહી છે. સરદાર સરોવરમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડાતાં ભરૂચ જિલ્લાના 35 ગામોને એલર્ટ કરાયા છે. અંકલેશ્વર, ઝગડીયા અને ભરૂચ તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા તંત્ર દ્વારા સૂચના આપી દેવાઈ છે. ભરૂચ શહેરને અડીને ગોલ્ડનબ્રિજ પાસેની ઝૂંપડપટ્ટી ખાલી કરાવાઈ છે. 


ગુજરાતીઓ હવે એક અઠવાડિયું નહીં જઈ શકે માઉન્ટ આબુ... 



સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પાણી 
સ્ટેચ્યુ ઓફ યુનિટ બેટમાં ફેરવાતા મનમોહક દ્રશ્યો સર્જાયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં બનાવવા આવી તે જગ્યાનું નામ સાધુ બેટ છે. પણ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું ત્યારે તે જગ્યાની બાજુમાં પાણી ન હતું. પરંતુ નર્મદા ડેમમાંથી હાલ પાણી છોડવામાં આવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મનમોહક દ્રશ્યો ઊભા થયા છે અને સરદારની પ્રતિમા પણ અદભુત લાગવા લાગી છે.