ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) નો કોરોના (corona virus) રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજકીય ભૂકંપ સર્જાયો છે. ઈમરાન ખેડાવાલાએ ત્રણ દિવસમાં જે જે લોકોના સંપર્કમાં આવ્યા હતા, તે
બધામાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા છે. જમાલપુર સ્થિત દેવળીવાડા ફ્લેટ સેનિટાઇઝ કરાયો છે. ઇમરાન ખેડાવાલાના ડ્રાઇવર અને ભત્રીજાના હેમ ક્વોરેન્ટાઇન કરાયા છે. ફ્લેટમાં રહેતા ૩૦ લોકોના સેમ્પલ લેવાયા છે. ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું પણ સેમ્પલ લેવાયું છે. સાથે જ ગ્યાસુદ્દીન શેખને હોમ ક્વોકેન્ટાઇન કરવા સૂચના આપી દેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરમાં બધાનો જીવ ઉંચોનીચો, પણ વાંક કોનો, ઈમરાનનો કે સરકારનો..... 


ગાંધીનગરમાં નર્મદા હોલને સેનેટાઈઝ કરાશે
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા કોરોના પોઝિટિવ આવતા ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-1માં જે જગ્યાએ તેઓએ મીડિયાને મળ્યા હતા તે નર્મદા હોલને આવતીકાલે સેનેટાઈઝ કરવાનો નિર્ણય સરકારે કર્યો હતો. જે મુજબ આજે નર્મદા હોલને સેનેટાઈઝ કરાયો હતો. 


ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, કુલ કેસ 695, જેમાંથી અમદાવાદના જ 404


આ ઉપરાંત મુખ્યમંત્રી નિવાસસ્થાન અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ સેનેટાઈઝ પણ કરવામાં આવ્યું. ગઈકાલ મોડી રાત્રે ગાંધીનગર ફાયર બ્રિગેડ અને આરોગ્ય વિભાગના કર્મચારી અધિકારીઓ દ્વારા સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી. 
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં જે રસ્તે પસાર થયા હતા તે તમામ જગ્યાઓ સેનેટાઈઝ કરવામાં આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર