ગુજરાતમાં ચારેતરફ પાણીના પોકાર વચ્ચે મુખ્ય ઈજનેરે ઠંડા પાણી જેવી ટાઢક વળે તેવા સમાચાર આપ્યા, જુઓ
હાલ ગુજરાતમાં ચારેતરફ પાણીનો પોકાર વરસી રહ્યો છે.ત્યારે નર્મદા નિગમના મુખ્ય ઈજનર એમ.ડી. પટેલે શું કહ્યું તે જાણો...
હિતલ પારેખ/ગાંધીનગર :હાલ ગુજરાતમાં ચારેતરફ પાણીનો પોકાર વરસી રહ્યો છે. ગામડાઓના માટે ગરમીના દહાડા કાઢવા અઘરા બની ગયા છે. એક-બે ઘડો પાણી લાવવા માટે કેટકેટલી કિલ્લતનો સામનો કરવો પડે છે. કલાકોની મહેનત બાદ માંડ એક-બે ઘડો પાણી ઘરમાં લાવવામાં આવે છે. ગુજરાતના મોટાભાગના ડેમ તળિયા ઝાટક સ્થિતિમાં છે. નદીઓ કોરીકટ બની ગઈ છે, જેના કોરા પટમાં બાળકો ક્રિકેટ રમીને આનંદ માણી રહ્યા છે, તો બીજી તરફ હોડી ચલાવીને ગુજરાન ચલાવતા નાવડીવાળાઓની પણ રોજગારી પર અસર પડી છે. ગુજરાતનો એક માત્ર પાણીનો આસરો નર્મદા નદી પર હોય છે, તેથી જ તે ગુજરાતની જીવાદોરી કહેવાય છે. પણ નર્મદા નદીના પટ પણ સૂકાઈ રહ્યાં છે. ત્યારે નર્મદા નિગમના મુખ્ય ઈજનર એમ.ડી. પટેલે એક નિવેદનમાં લોકોને આશા બંધાવી છે કે, ચિંતાનુ કોઈ કારણ નથી. જુલાઈ સુધી ચાલે એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ત્યારે જાણીએ, તેમણે શું કહ્યું છે...
પાણીની સમસ્યા નિવારવા સરકારે કરી મોટી જાહેરાત
[[{"fid":"212707","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MDPatelNaramada.JPG","field_file_image_title_text[und][0][value]":"MDPatelNaramada.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"MDPatelNaramada.JPG","field_file_image_title_text[und][0][value]":"MDPatelNaramada.JPG"}},"link_text":false,"attributes":{"alt":"MDPatelNaramada.JPG","title":"MDPatelNaramada.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]
નર્મદા નિગમના ચીફ એન્જિનિયર એમ.ડી. પટેલ
ઉનાળામાં પાણીની આવશ્યકતા મહત્વની હોય છે. માત્ર જનજીવન માટે જ નહિ, પરંતુ ખેડૂતો માટે પણ ઉનાળામાં પાણી ક્યાંથી લાવવુ તે યક્ષ પ્રશ્ન હોય છે. આવામાં પાણી ચોરીના કિસ્સા પણ બનતા હોય છે. ત્યારે નર્મદા નિગમે આ મામલે કેવા પગલા લીધા છે તે વિશે તમણે કહ્યું કે, પાણી ચોરી મામલે 13 જગ્યાઓએ 51 એસઆરપીના જવાનોની ટુકડી રાખવામાં આવી છે. 57 આસિ.એન્જિનિયર ઈન્સ્પેક્શન કરતો હોય છે. આવા કિસ્સા ધ્યાનમાં આવે, ત્યારે કાર્યવાહી કરવામા આવે છે. કેટલાક કિસ્સામાં ખેડૂતો રવિ સિંચાઈ બાદ પણ ઘાસચારા અને ઢોર માટે પાણી લેવાનો પ્રયાસ કરે છે, આવું બને અમે સ્થાનિક પોલીસની મદદ લઈએ છીએ.