નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો! નિકુલસિંહ તોમરે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું, હવે આ સીટ પર કોણ લડશે ચૂંટણી?
Gujarat Election 2022: અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે. થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે નરોડા બેઠક પર કોંગ્રસનો પેચ ફસાયો છે. કોંગ્રેસે એનસીપી સાથે ગંઠબંધન કર્યું હોવાથી આ પેચ ફસાયો છે. નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછુ ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘરાજ ડોડવાણી ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે નરોડા બેઠક પર એનસીપી અને કોંગ્રેસનું ગંઠબંધન થયું છે..
મહત્વનું છે કે, અમદાવાદની નરોડા બેઠક પર NCP અને કોંગ્રેસે ગઠબંધન કર્યુ છે. થોડા દિવસ પહેલા NCPએ નિકુલસિંહ તોમરને મેન્ડેટ આપ્યો હતો. જોકે નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી હતી. જેથી હવે NCPએ મેઘરાજ ડોડવાણીને ટિકિટ આપી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube