ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદમાં એક ટ્રાન્સપોર્ટના વેપારી વ્યાજખોરોનો શિકાર બન્યા છે. વેપારીએ વ્યાજે લીધેલા કરોડો રૂપિયાની સામે તેનાથી વધુ રકમ પરત કરી દીધા બાદ પણ વ્યાજખોરો વેપારી પાસે તેનાથી પણ વધુ રૂપિયા માંગતા હતા. જોકે વેપારીએ વ્યાજખોરોના ડર થી પોતાના વતન પંજાબ ભાગી ગયા હતા. જે બાદ વ્યાજખોરોએ તેના પરિવારને હેરાન કરતા હતા અને પરિવારનું અપહરણ કરી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. જેથી આખરે વેપારીનો પરિવાર પણ વ્યાજખોરોના ડર થી પંજાબ નાસી ગયો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ પોલીસ સ્ટેશનમાં 11 વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કોણ છે આ વ્યાજખોરો અને કઈ રીતે વેપારી પાસેથી પડાવ્યા રૂપિયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં બાબાનો હુંકાર, ભારત હિંદુ રાષ્ટ્ર છે તો પાકિસ્તાનને પણ હિંદુ રાષ્ટ્ર બનાવીશુ


અમદાવાદમાં નારોલ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા કમલ ડોગરા એ કોરોના સમયમાં તેના ધંધાને અસર પડતા વ્યાજે રૂપિયા લેવાનું નક્કી કર્યું હતું. કમલભાઈ એ તેના એક પરિચિત નાણાં ધીરનાર નું કામ કરતા ફાલ્ગુન મહેતાને વ્યાજે રૂપિયા નું કહેતા ફાલ્ગુનભાઈ એ તેના મિત્રો ધર્મેશ પટેલ, લાલભાઈ, રઘુવીરસિંહ, ચિરાગ શાહ, પરીક્ષિત દવે, વંદન પટેલ સાથે પરિચય કરાવ્યો અને તમામ લોકોએ તેમના અલગ અલગ બેન્ક એકાઉન્ટ માંથી વેપારી કમલભાઈ ની અલગ અલગ કંપની ઓના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. 


ગુજરાત vs મુંબઈની મેચમાં વરસાદના વિધ્ન બાદ મેચ શરૂ, મુંબઈએ ટોસ જીત્યો


વેપારીને વ્યાજખોરોએ 7.71 કરોડથી વધુની રકમ 9 ટકા વ્યાજે આપવાનું પણ નક્કી કર્યું હતું. જોકે વેપારીને આપેલી રકમ બેંક ના માધ્યમથી આપવામાં આવી હતી. જે વેપારીએ સાડા સાત કરોડની સામે 11 કરોડ જેટલી રકમ બેંકનાં માધ્યમથી પરત કરી દીધી હતી. આ ઉપરાંત વ્યાજખોરો વધુ રૂપિયા માંગ્યા વેપારીએ અઢી કરોડ રોકડા પણ આપ્યા હતા.


અમદાવાદમાં આગામી 3 કલાક ખુબ જ ભારે! અનેક વિસ્તારોમા કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી


એટલું જ નહિ પણ હજી વ્યાજખોરો વધુ રૂપિયાની માંગણી કરતા હતા અને વેપારીને ધાક ધમકીઓ આપતા હતા. વ્યાજખોરોએ વેપારીની સાત કરોડની લેમ્બોરગીની, એક કરોડની મર્સિડિઝ અને ફોરચ્યુનર કાર પણ પડાવી લીધી હતી. બીજી તરફ વેપારીને ત્રણ થી ચાર અલગ અલગ મકાનો કે જે પહેલેથી જ બેંકમાં મોર્ગેજ હતા તેને પણ પોતાના નામે કરવા રજિસ્ટ્રાર ઓફિસ માંથી ટોકન લઈ તારીખો પણ નક્કી કરી લીધી હતી. વેપારીએ અલગ અલગ કંપની પાસે લેવાનું બે કરોડની વધુનું બાકી પેમેન્ટ પણ આ વ્યાજખોરો પોતે હડપ કરી લીધું હતું. જેના માટે વ્યાજખોરોએ અલગ થી બેંક એકાઉન્ટ પણ ખોલાવ્યા હતા.


શું આવતીકાલે જાહેર થશે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ, ગુજરાત બોર્ડે કર્યો ખુલાસો


વેપારી કમલ ડોગરા પર વ્યાજખોરોનો ત્રાસ એટલી હદે વધી ગયો હતો કે તે આપઘાત કરવા મજબૂર બન્યા હતા. જોકે બાદમાં કલમ ભાઈ ઘરે કોઈને કહ્યા વગર જ પંજાબ નીકળી ગયા હતા. જોકે વેપારી ઘરે નહિ હોવાથી વ્યાજખોરો વેપારીના ઘરે પહોંચી તેના પરિવારને ધાક ધમકી ઓ આપતા હતા. વેપારીને પણ તેના પરિવારનું અપહરણ કરી મારી નાખવાની ધમકીઓ પણ આપતા હતા. જેથી વેપારીનો પરિવાર પણ જીવ બચાવવા પંજાબ પહોંચ્યા હતા.


અમદાવાદમાં IPL 2023ની ક્લોઝિંગ સેરેમેનીમાં Entertainment નો લાગશે તડકો


હાલ તો કમલભાઈની ફરિયાદ ઉપરથી નારોલ પોલીસે એક આરોપી ધર્મેશ પટેલની ધરપકડ કરી છે. પોલીસે વેપારીની લેમ્બોર્ગિની કાર પણ વ્યાજખોરો પાસેથી કબજે કરી છે. પોલીસે અન્ય વ્યાજખોરોએ પકડવા અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.