જમીલ પઢાણ/ છોટાઉદેપુર: જીલ્લામાં આજે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લઇ નસવાડી તાલુકાના ગઢ બોરીયાદ થી ખાંધા વચ્ચે અશ્વિન નદી ઉપર બનાવેલ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળતા સમા કાંઠાના પચાસથી વધુ ગામોને નસવાડીથી જોડતો આ રસ્તો સવારથી બંધ થયો છે. જોકે લોકો જીવના જોખમે પણ કોઝવે ઉપરથી પસાર થઇ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કવાંટ બાદ આજે નસવાડીમાં મેઘરાજાએ માઝા મુકી છે. નસવાડી તાલુકામાં સવારથી અવિરત વરસાદ થઇ રહ્યો છે. વિજળીના કડાકા ભડાકા સાથે માત્ર બે કલાકમાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ ખાબકતા પંથકના જાંગલ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો નસવાડીને મુખ્ય એવી અશ્વિન અને મેં નદીમાં ભારે માત્રામાં પાણીની આવક વધી છે.


નવસારી જળબંબાકાર: હાઇવે બંધ, અનેક વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા


નસવાડીનાં ગઢ બોરીયાદથી ખાંધા વચ્ચે આવેલ કોઝવે ઉપર નદીના પાણી ફરી વળ્યા છે. કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ ધસમસી રહ્યો હોવાને લઇ કોઝવે ઉપરથી વાહનોની અવરજવર બંધ છે. મહત્વની વાત એ છે કે, સામે કાંઠેના પચાસથી વધુ ગામોને તાલુકા મથકને જોડતા આ કોઝવે ઉપર પાણી ફરી વળતા લોકોને અટવાવાનો વારો આવ્યો છે.


જુઓ LIVE TV:



 


બીજી તરફ કોઝવે ઉપર પાણી પ્રવાહ ધસમસી રહ્યો હોવા છતાં કેટલાક લોકો આ કોઝવે ઉપરથી જીવના જોખમે પસાર થઇ રહ્યા છે. તો મહિલાઓ અને વૃદ્ધોને હાથ પકડી આ પસાર કરાવવામાં આવી રહ્યા છે. જોકે ૨૦ કિલોમીટરનાં ફેરા સાથેના વૈકલ્પિક અન્ય માર્ગ ઉપર પણ નદી નાળા ઉપર પણ વરસાદી પાણી હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અને પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. લોકો કોઝવેનાં સ્થાને પુલ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.