VS હોસ્પિટલમાં 2 મહિલાઓની લાશની અદલાબદલી: નસરીનનો મૃતદેહ કબરમાંથી કાઢી પરિવારને સોંપાયો
અમદાવાદના vs હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી છે. 2 મહિલાઓની લાશ ની અદલા બદલી થઈ જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.
ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદના vs હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી છે. 2 મહિલાઓની લાશ ની અદલા બદલી થઈ જતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. વાત કઈ એમ છે કે બાવળામાં થયેલ મિત્તલ જાદવના હત્યા કેસમાં મિત્તલ ની લાશ vs pm રૂમ માં હતી ત્યારે vs માં જ દાણીલીમડાની નસરીનબાનું નામની એક મહિલા એડમિટ હતી. નસરીન બાળકને જન્મ આપે તે પહેલા તેનું મોત થઈ ગયું અને તેની લાશ પણ vs pm રૂમમાં હતી. ગઈ કાલે મોડી રાતે vs pm રૂમના કર્મચારીઓએ મિત્તલના પરિવારને નસરીનની લાશ આપી દીધી હતી અને મિત્તલના પરિવારજનો પણ તેને ઓળખી ના શક્યા અને આજે સવારે અંતિમ વિધિ કરી નાખી હતી. નસરીનના પરિવારજનો જ્યારે લાશ લેવા ગયા હતા તયારે સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસે નસરીનની લાશને કે જેને ધોલેરામાં અંતિમ વિધિ કરી નાખવામાં આવી હતી, તેને બહાર કાઢી નસરીનના પરિવારજનોને સોંપવામાં આવી છે .
(ધોલેરામાં જ્યાં મિત્તલ સમજીને નસરીન બાનુને દફનાવવામાં આવી હતી તે કબર)
વીએસની ઘોર બેદરકારી: નસરીનનો મૃતદેહ મિત્તલના પરિજનોને અપાઈ ગયો, દફનવિધિ પણ થઈ ગઈ
જવાબદારો સામે પગલાં લેવાની મેયર બિજલ પટેલની બાહેંધરી
અમદાવાદ શહેરના મેયર બિજલ પટેલે આ સમગ્ર મામલે કહ્યું કે મૃતદેહ ગાયબ થયો નથી. તેમણે કહ્યું કે મિત્તલનો મૃતદેહ પણ અહીં હતો. આ બંને મૃતદેહ અહીં જ હતાં. તેમની તકરાર પતી જતા જ્યારે તેઓ મૃતદેહ લેવા આવ્યાં ત્યારે ભૂલથી મિત્તલની જગ્યાએ બીજો મૃતદેહ અપાઈ ગયો છે. મૃતદેહ ગાયબ થયો નથી પરંતુ અદલાબદલી થઈ છે. આ એક ગંભીર ભૂલ છે. મેયર બીજલ પટેલે વીએસ હોસ્પિટલમાં મૃતદેહ ગાયબ થવા મામલે તપાસના આદેશ આપ્યાં છે. ઝી 24 કલાક સાથેની વાતચીતમાં મેયરે જવાબદારો સામે પગલા લેવાની બાંહેધરી આપી.
જુઓ LIVE TV