આચાર્યની હત્યા કરનાર શિક્ષકનો મૃતદેહ અવાવરૂ કુવામાંથી મળ્યો, 3 દિવસ પછી હતા લગ્ન
નસવાડીમાં શિક્ષક દ્વારા આચાર્યની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. જો કે હત્યારો શિક્ષક 2 દિવસ છતા પણ પોલીસ પકડથી દુર હતો. જો કે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આજે આરોપી શિક્ષક ભરત પીઠડિયાની લાશ પણ એક અવાવરૂ કુવામાંથી મળી આવી છે. હરિપુરા ગામની સીમમાં અવાવરુ જગ્યામાં આવેલા કુવામાંથી ભરતની લાશ મળી આવી હતી.
છોટાઉદેપુર : નસવાડીમાં શિક્ષક દ્વારા આચાર્યની હત્યા કરી હોવાની ચકચારી ઘટના બની હતી. જો કે હત્યારો શિક્ષક 2 દિવસ છતા પણ પોલીસ પકડથી દુર હતો. જો કે આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આજે આરોપી શિક્ષક ભરત પીઠડિયાની લાશ પણ એક અવાવરૂ કુવામાંથી મળી આવી છે. હરિપુરા ગામની સીમમાં અવાવરુ જગ્યામાં આવેલા કુવામાંથી ભરતની લાશ મળી આવી હતી.
મૃતક ભરત પીઠડિયા પર લિન્ડા મોડેલ સ્કુલના આચાર્ય મેરામણ પીઠીયાની હત્યાનો આરોપ હતો. આટલું જ નહી આરોપીનાં 9 ડિસેમ્બરે લગ્ન પણ થવાના હતા. જો કે તેની લાશ મળી આવતા સમગ્ર કેસ એક વિચિત્ર વળાંક પર આવીને ઉભો રહ્યો છે. તો બીજી તરફ યુવતીનાં પરિવાર તથા ભરતનાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ છે.
લિંડા સ્કૂલમા આચાર્યની નોકરી કરતા મેરામણ પીઠડિયાની તેના જ પિતરાઇ ભાઇ અને કોલંબો પ્રાથમિક શાળાના શિક્ષક ભરત પીઠડિયા દ્વારા હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઉપરાંત મૃતકની પુત્રી તથા તેની પત્નીને પણ ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા. બંન્ને અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને ભાઇઓ રામદેવનગર નામની સોસાયટીમાં સામ સામેના ઘરમાં જ વર્ષોથી રહેતા હતા. હાલ તો કોઇ સામાજિક ઝગડામાં જ આ ખુની ખેલ ખેલાયો હોવાનું પોલીસ માની રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtubeનસવાડી: આચાર્યની હત્યા કરનાર આરોપી શિક્ષકની અવાવરૂ કુવામાંથી લાશ મળતા ચકચાર