ગૌરવ દવે/ રાજકોટ: ઓપો મોબાઇલ પર આવકવેરા વિભાગના દેશવ્યાપી દરોડા પડ્યા છે. જેમાં દિલ્હી સહિત અનેક રાજ્યોમાં દરોડા પડતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ગુજરાતનાં ડીલર પુજારા મુખ્ય ડીલર ટેલિકોમ છે. રાજકોટના પુજારા ટેલિકોમ પર દરોડા પડતા અન્ય ટેલિકોમ ડિલરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા યોગેશ પુજારા અને રાહિલ પુજારાને ત્યાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બીજી બાજુ દેશવ્યાપી દરોડાથી ભારે ચર્ચા જાગી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં સરદારનગરમાં પુજારા ટેલિકોમ આવેલ છે. આજે વહેલી સવારથી રાજકોટમાં પૂજારા ટેલિકોમના મેઈન શો રૂમ પર તથા હરિહર રોડ પર આવેલ યોગેશ પૂજારાના ઘર પર દરોડાની કામગીરી ચાલી રહી છે. રાજકોટના નામાંકિત પુજારા ટેલિકોમ ઉપર ઇન્કમ ટેક્સ વિભાગની રેડ પડતા અન્ય ડિલર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજે (મંગળવાર) વહેલી સવારથી આઇટીના અધિકારીઓએ રેડ પાડી તપાસ શરૂ કરી છે. 


અસિત વોરા સામે પુરાવા મળશે તો કાર્યવાહી કરીશું, હજુ કોઈ ઠોસ પુરાવો મળ્યા નથી: પાટિલ


ઉલ્લેખનિય છે કે પૂજારા ટેલિકોમ સૌરાષ્ટ્ર ભરમાં પોતાના ડીલર ધરાવે છે. તો તેના શો-રૂમ અલગ અલગ વિસ્તારમાં છે. ઓપ્પો મોબાઈલ પર દેશવ્યાપી દરોડા થઇ રહ્યા છે. એની અસરના ભાગરૂપે ગુજરાતમાં પૂજારા ટેલીકોમ પર આઇટી વિભાગે દરોડા પાડી છે. યોગેશ પૂજારાએ પૂજારા ટેલીકોમના માલિક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube