અતુલ તિવારી, અમદાવાદ: આજે રાષ્ટ્રીય ડોક્ટર્સ ડે છે. ત્યારે કોરોના સંકટમાં ડોક્ટરો ફરી એકવાર ભગવાનની ભૂમિકા ભજવી રહ્યાં છે. જે રોગનો ઈલાજ નથી તેવા રોગ સામે લડીને હજારો કોરોના દર્દીઓને ડોક્ટરોએ સાજા કર્યા છે. ડોક્ટર્સ ડે નિમિતે Zee 24 કલાકે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલા કિડની હોસ્પિટલના ડોક્ટર વિનીત મિશ્રા સાથે ખાસ વાતચીત કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, રાજ્યની એન્જિનિયરીંગ કોલેજોમાં આ નવા 7 કોર્સની મળી મંજૂરી


કિડની હોસ્પિટલના ડોક્ટર તેમજ પેરામેડિકલના સ્ટાફ દ્વારા કિડની તેમજ કોરોનાના દર્દીઓને પણ સારવાર આપવામાં આવી રહી છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન ખૂબજ મહત્વ પૂર્ણ છે. ત્યારે દર્દીઓને સતત જરૂરી ઓક્સિજનની માત્રા મળતી રહે તે હેતુથી માત્ર 1 મહિનામાં ગાળામાં ઓક્સિજન ટેન્ક ઉભી કરી છે.


કોરોના દર્દીઓને સારવારની સાથે સાથે કિડની હોસ્પિટલમાં કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટેશન સતત થતા રહ્યાં છે. કોરોના સંક્રમણમાં પણ ડોક્ટરોએ દર્દીઓના ઘર સુધી દવાઓ પહોંચાડી છે. ડોક્ટર્સ ડેના દિવસે Zee 24 કલાક તમામ ડોક્ટરોને સલામ કરે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube