સપના શર્મા/અમદાવાદ :પહેલીવાર ગુજરાત નેશનલ ગેમ્સ માટે યજમાન બનશે. ગુજરાતમાં નેશનલ ગેમ્સ રમાનાર છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 36મી નેશનલ ગેમ્સના લોગોનું અનાવરણ કરાયું. 27 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી પ્રથમ વખત ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર ખાતે 36 મી નેશનલ ગેમ્સનો લોગો મુખ્યમંત્રી દ્વારા લોન્ચ કરાયો. IOA અને GOA પ્રમુખ અને સેક્રેટરી હાજર રહ્યા હતા. તેમજ આ પ્રસંગે રાજ્યના અલગ અલગ જિલ્લાના ખેલાડીઓની હાજરી ખાસ રહી હતી. નેશનલ ગેમ્સમાં દેશભરના 7000 ખેલાડીઓ ગુજરાત આવશે. રાષ્ટ્રહિત અને ટીમ ઇન્ડિયાની સ્પિરિટ ખેલાડીઓમાં જાગૃત થાય તે પ્રકારે ગેમનું આયોજન કરવામાં આવનાર છે. આગામી 3 મહિનામાં ગુજરાતમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવા થનગનાટ જોવા મળશે. આ પ્રકારનો ઉત્સાહ ક્યાંય જોવા મળ્યો નથી તેવો ઉત્સાહ ગુજરાતમાં જોવા મળશે. 


આ પણ વાંચો : આજે ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલ હડતાળ પર, સારવાર માટે જવાના હોય તો ખાસ જાણી લો આ સમાચાર


લોગોનુ અનાવરણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યુ કે, ગુજરાત માટે આ ગૌરવની ઘટના છે. આટલી મોટી ગેમનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે. આ MOU એક આધાર સ્તંભ બની રહેશે. AOI નો આભાર માનું છું કે આ મોકો ગુજરાતને આપ્યો. 2015 માં કેરળમાં યોજાયા બાદ 7 વર્ષે ગેમ યોજાવાની છે. આજે લોન્ચ કરાયેલા લોગોમાં ગીરના સિંહ અને અલગ અલગ પ્રતીકો દેખાય છે. 


આ પણ વાંચો : અમૂલ બાદ બરોડા ડેરીએ પણ ભાવ વધારો કર્યો, જાણો તમારા ખિસ્સામાંથી કેટલા વધારાના રૂપિયા જશે


તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, આજે ઐતિહાસીક MoU સાઈન થવા થયા છે. સ્પોર્ટ્સમાં અલગ અલગ રીતે ગુજરાતે પ્રગતિ કરી છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા, સુરતમાં ઈન્ડૉર સ્ટેડિયમ બન્યા છે. 7 વર્ષથી નેશનલ ગેમ્સનું આયોજન થતું ન હતું. ત્યારે ગુજરાત માટે આ ક્ષણ ખાસ બની રહેશે. મુખ્યમંત્રીએ ગુજરાત ઓલિમ્પિક એસોસિએશનને વિનંતી કરી અને GOA એ ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને વિનંતી કરી અને તે સ્વીકારવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે, આજે ઇન્ડિયન ઓલમ્પિક અને ગુજરાત ઓલમ્પિક એસોસિએશન સાથે રાજ્ય સરકારે એમ.ઓ.યુ કર્યા છે.