નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે: શું આપણે શક્તિને માત્ર કાગળ પર જ પુજીશુ?
ગુજરાતમાં 1000 પુરુષ સામે મહિલાઓની ઘટતી જતી સંખ્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જોકે આ મુદ્દાને લઈને ક્યારેય કોઈ ચર્ચા થતી નથી. ક્યારેય કોઈ આંદોલન થતું નથી. જે પ્રમાણે ઉત્તરોત્તર મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તે જોતાં આ વિષયને લઈને જો ગંભીરતાથી નહીં વિચારવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ત્યારે સરકારની સાથે સાથે સમાજ કઈ રીતે બાળકીઓના જન્મદર પર અસર કરે છે? 2019નું વર્ષ પૂરું થયું. 2020ના વર્ષનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યું પરંતુ આ તમામ વચ્ચે હંમેશા એક બાબત ભૂલાતી જ રહી છે. અને તે છે ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની ઘટતી જતી સંખ્યાની.ભારતમાં અનેક વર્ષોથી બેટી બચાઓ માટે અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં અમુક રાજ્યને બાદ કરતાં તમામ રાજ્યોમાં દીકરીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જ દર 1000 પુરુષે 924 મહિલાઓ છે. ત્યારે સવાલ એ થાય કે દેશના રોલ મોડલ તરીકે જે રાજ્યને દર્શાવવામાં આવે છે. ત્યાં બાળકીઓની સંખ્યામાં કેમ ઘટાડો થઈ રહ્યો છે?
અમદાવાદ : ગુજરાતમાં 1000 પુરુષ સામે મહિલાઓની ઘટતી જતી સંખ્યાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. જોકે આ મુદ્દાને લઈને ક્યારેય કોઈ ચર્ચા થતી નથી. ક્યારેય કોઈ આંદોલન થતું નથી. જે પ્રમાણે ઉત્તરોત્તર મહિલાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. તે જોતાં આ વિષયને લઈને જો ગંભીરતાથી નહીં વિચારવામાં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. ત્યારે સરકારની સાથે સાથે સમાજ કઈ રીતે બાળકીઓના જન્મદર પર અસર કરે છે? 2019નું વર્ષ પૂરું થયું. 2020ના વર્ષનું રંગેચંગે સ્વાગત કરવામાં આવ્યું પરંતુ આ તમામ વચ્ચે હંમેશા એક બાબત ભૂલાતી જ રહી છે. અને તે છે ભારતમાં પુરુષોની સરખામણીએ મહિલાઓની ઘટતી જતી સંખ્યાની.ભારતમાં અનેક વર્ષોથી બેટી બચાઓ માટે અભિયાન ચલાવવામાં આવે છે. તેમ છતાં અમુક રાજ્યને બાદ કરતાં તમામ રાજ્યોમાં દીકરીઓની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં જ દર 1000 પુરુષે 924 મહિલાઓ છે. ત્યારે સવાલ એ થાય કે દેશના રોલ મોડલ તરીકે જે રાજ્યને દર્શાવવામાં આવે છે. ત્યાં બાળકીઓની સંખ્યામાં કેમ ઘટાડો થઈ રહ્યો છે?
‘દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ડુંગળી, લસણના ભાવ ઘટાડવા માટે વડાપ્રધાન નથી બન્યા....’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં બેટી બચાઓ, બેટી પઢાવોનું 2005થી અભિયાન શરૂ કર્યું હતું. જેનું પરિણામ એ આવ્યું હતું કે ગુજરાતમાં જનજાગૃતિ આવતાં ગુજરાતમાં દીકરીઓના જન્મનું પ્રમાણ વધવા લાગ્યું. જે 2014 સુધીમાં 898થી વધીને 907 સુધી પહોંચી ગયું હતું. પરંતુ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતાં ગુજરાતમાં બેટી બચાઓ અને બેટી ભણાવોનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જેના કારણે પરિસ્થિતિ એવી ઉત્પન્ન થઈ છે કે આજે અનેક યુવકોને પોતાના જ સમાજમાં પરણવા માટે મહિલાઓ મળી રહી નથી. ત્યારે શું છે હકીકત? તારીખ 8 માર્ચ 2018. ગુજરાત સરકારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી. સાથે જ તે દિવસે જન્મેલી દરેક દીકરીઓને સરકારે ચાંદીના સિક્કા એનાયત કર્યા. ગુજરાત સરકાર દ્વારા પુત્રી જન્મને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ ચાલી રહી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં દર 1000 પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યામાં ઘટાડો ક્યાંક ને ક્યાંક સરકારની નિષ્ફળતા અને સમાજ જાગૃતિમાં ઉદાસીનતા છતી કરે છે. આ સિવાય સમાજની કેટલીક માન્યતાઓ અને રિવાજો પણ બાળકીઓના જન્મદરને મોટી અસર કરે છે. ત્યારે સમાજના કયા રિવાજો બાળકીઓના જન્મદર પર મૃત્યુઘંટ લગાવે છે?
સાતમા આસમાને પહોંચ્યો મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો, મીડિયા કર્મી સાથે કરી હાથાપાઈ, તો ભાજપે લાલ આંખ કરી
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સમાજને લઈને કોઈ વાત હોય તો તમામ લોકો તેમાં કૂદી પડે છે. પરંતુ મહિલાઓની સંખ્યાને લઈને કંઈ જ નહીં. એકબાજુ સરકારમાં 33 ટકા મહિલાઓને સમાવવાની વાત તો કરવામાં આવે છે પરંતુ ક્યારેય તેનો અમલ કરવામાં આવતો નથી. તેવી જ રીતે આ મામલામાં પણ આવું જ છે. તંદુરસ્ત સમાજ માટે સ્ત્રી અને પુરુષ એ બંને રથના પૈડાં છે. જો સ્ત્રીઓ જ નહીં હોય તો પછી સંસારનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જશે.અમારી ચેનલ લોકોને અપીલ કરે છેકે બાળકના જન્મની જેમ બાળકીના જન્મને પણ ઉત્સવની જેમ ઉજવવામાં આવે.
ભારતનું સૌથી ધનાઢ્ય ગામ છે આપણા ગુજરાતમાં, સમૃદ્ધિ જોઈને આંખો ફાટી જશે, જુઓ PHOTOS
બાળકીઓને ઘટી રહેલા આંકડા ચોંકાવનારા...
* 2010-12 દર 1000 પુરૂષએ 909 મહિલાઓ
* 2011-13 દર 1000 પુરૂષએ 911 મહિલાઓ
* 2012-14 દર 1000 પુરૂષએ 907 મહિલાઓ
* 2013-15 દર 1000 પુરૂષએ 854 મહિલાઓ
* 2014-16 દર 1000 પુરૂષએ 848 મહિલાઓ