ભારે વરસાદને કારણે ગુજરાતમાં આજે આ રસ્તાઓ બંધ છે, ડાયવર્ઝન જાણીને નીકળજો
Highways Close : રાજ્યમાં મુશળધાર વરસાદથી 6 સ્ટેટ હાઈવે સહિત 51 રસ્તા બંધ...સૌથી વધુ રાજકોટમાં 2 હાઈ-વે અને જૂનાગઢમાં 10 રોડ બંધ...પાણી ભરાતા પંચાયત હસ્તકના 34 રસ્તા બંધ....
gujarat weather forecast : સોમવારે ઉઘડતા અઠવાડિયે જ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બોલાઈ છે. છેલ્લા 4 કલાકમાં રાજ્યના 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મહિસાગરણના લુણાવાડામાં સાડા 3 ઈંચ, તો 23 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વચ્ચે આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં પાંચથી છ ઈંચ સુધી વરસાદ પડવાની આગાહી કરાઈ છે. ત્યારે ફરવાના શોખીન ગુજરાતીઓ જો આજે ક્યાંય જવા માંગતા હોય તો ધ્યાન રાખજો કે, ભારે વરસાદને કારણે ગુજરાતના 51 રસ્તાઓ સવારથી જ બંધ સ્થિતિમાં છે.
ગાંધીનગરમાંથી મળેલા લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં આજે ભારે વરસાદના કારણે વિવિધ 51 રસ્તા બંધ છે. જેમાં સ્ટેટ, નેશનલ અને પંચાયતના રસ્તાઓ પણ સામેલ છે. કુલ 6 સ્ટેટ હાઇવે બંધ થયા છે, જેમાં સૌથી વધુ રાજકોટમાં બે હાઈવે બંધ સ્થિતિમાઁછ ે. તો 10 અન્ય રસ્તા બંધ છે. જ્યારે કે, ૩૪ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે. જુનાગઢમા સૌથી વધુ ૧૦ રસ્તા બંધ હાલતમાં છે. આ ઉપરાંત કચ્છમાં એક નેશનલ હાઈવે બંધ છે.
ગાંધીનગરનું માણસા જળબંબાકાર : 6 ઈંચ વરસાદથી આખું શહેર પાણીમાં સમાયું
ગુજરાતમાં મેઘરાજાના ત્રીજા રાઉન્ડની વધુ એક આગાહી કરવામા આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરતા કહ્યું કે, ગુજરાતમાં ભારે વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી છે. 15 જુલાઈથી 23 જુલાઈ સુધી ધોધમાર વરસાદ રહેશે. દેશ સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. દેશના અનેક રાજ્યોમાં પણ ભારે વરસાદ પડશે.
અમદાવાદના મીઠાખળીમા ત્રણ માળનું મકાન ધરાશાયી : બે વર્ષની બાળકી સહિત આખો પરિવાર દટાયો
ગાંધીનગરમાં બસ ફસાઈ
સોમવારે ગાંધીનગર શહેરમાં વરસાદી વાતાવરણ યથાવત છે. વાવોલ અને અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતાં અંડરપાસ બંધ કરવામાં આવ્યો હતો. પરંતું આ અંડરપાસમાં પાણીની અંદર કાર ફસાઈ ગઈ હતી. મનપાની ટીમે મશીન મૂકીને પાણી કાઢવાની કામગીરી શરૂ કરી છે. કારને બહાર કાઢવા માટે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા