ગાંધીનગરનું માણસા જળબંબાકાર : 6 ઈંચ વરસાદથી આખું શહેર પાણીમાં સમાયું

Gandhinagar Heavy Rain હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરનું માણસા આખું પાણીમાં ગરકાવ થયું છે. રવિવારથી વરસી રહેલા વરસાદમાં માણસા તાલુકામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી માણસાવાસીઓની હાલત કફોડી બની છે. ઇટાદરા ગામે ધોધમાર વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે બપોર બાદ શરૂ થયેલો વરસાદ સોમવારે પણ યથાવત રહ્યો હતો, જેના પગલે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 

1/8
image

ધોધમાર વરસાદ પડતા બસ સ્ટેન્ડ, હાઈસ્કૂલ, બાગવાસ, રાવળ વાસ, જુના બસ સ્ટેન્ડ, અંબાજી માતાજી મંદિર સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. 

2/8
image

પટેલ એમ એમ હાઈસ્કૂલ વિસ્તારમાં તો કેડ સમા પાણી ભરાયા હતા, જેના પગલે સ્કૂલમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. બાગવાસમાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. તો નવા બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાના કારણે ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી  

3/8
image

4/8
image

5/8
image

6/8
image

7/8
image

8/8
image