અલકેશ રાવ/બનાસકાંઠા :આજે રાષ્ટ્રીય દૂધ દિવસ (national milk day) ની સમગ્ર દેશમાં પશુપાલકો ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પશુપાલનના વ્યવસાય થકી મહિલા પશુપાલકો લાખો કરોડોની આવક મેળવતા થયા છે. ગુજરાતમાં પશુ પાલનના વ્યવસાયથી મહિલાઓ દૂધમાંથી આવક મેળવી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે. ત્યારે બનાસકાંઠામાં એક 65 વર્ષીય મહિલાએ એક વર્ષમાં એક કરોડથી વધારે રૂપિયાનું દૂધ ભરાવી સ્વમાનભેર પરિવારનું ભરણપોષણ કરી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી છે. હજારો મહિલાઓ દૂધના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે બનાસકાંઠા જિલ્લાની દરેક સમાજની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવારનું ભરણ પોષણ કર છે. આજે વાત કરીશું બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી. જેઓ ગત વર્ષમાં બનાસ ડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે. વર્ષ દરમિયાન તેમણે એક કરોડથી વધારે રૂપિયાની આવક માત્ર પશુપાલનમાંથી મેળવે છે. નવલબેને માત્ર 15-20 જેટલા પશુઓથી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી. પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકોની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલબેન આ મુકામે પહોંચ્યા છે. આજે તેમની પાસે 200 જેટલા પશુઓ છે.


આ પણ વાંચો : સસરાએ વહુ સાથે ન કરવા જેવી હરકત કરી, બાથરૂમમાં ઘૂસીને વહુને જબરદસ્તી નવડાવી


65 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે. નવલબેન ચૌધરી એક દિવસમાં 1000 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને 8-9  લાખ રૂપિયાની આવક તેમના ખાતામાં જમા થાય છે. જે વર્ષે 1 કરોડ કરતા પણ વધુ થાય છે. મહિલા પશુપાલકનું માનવું છે કે, દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ. પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે. પોતાનો પરિવાર પગભર થાય છે અને મહિલા આત્મનિર્ભર બને છે. બનાસ ડેરીમાં એક વર્ષમાં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવાનો એવોર્ડ મળ્યાં છે. સાથે જ હજુ પણ નવલબેન વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ પશુપાલન વ્યવસાયમાં અવ્વલ રહેવા માંગે છે. 


આ પણ વાંચો : અડધી રાત્રે સળગ્યું કચ્છનું કોટડા જડોદર ગામ, જૂથ અથડામણ બાદ શુક્રવારે શાળાઓ પણ બંધ કરાઈ


અન્ય મહિલાઓના પ્રેરણાદાયી નવલબેન ચૌધરી કહે છે કે, મેં થોડા પશુઓ સાથે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ હું વર્ષે 1 કરોડથી વધુની આવક મેળવું છું. બનાસકાંઠામાં દૂધના વ્યવસાય થકી હજારો પશુપાલકો હાલ સારી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા હાલમાં દૂધમાં પણ સારા ભાવ આપવામાં આવી રહ્યા છે. જિલ્લામાં દૂધ ભરાવી નવલબેન ઉચ્ચ અધિકારીથી વધુ આવક મેળવી પ્રથમ નંબરે આવી મહિલાઓ માટે ઉતમ ઉદાહરણ પાર પાડ્યું છે. ત્યારે તેમના ગામના લોકો પણ નવલબેનને મહિલાઓ અને પશુપાલકો માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે.