ગાંધીનગરઃ પ્રધાનમંત્રીએ દેશમાં અલગ-અલગ એજન્સીઓ દ્વારા ભરતી માટે લેવાતી પરિક્ષાઓનો એકજ ઝાટકે અંત લાવવાનું ક્રાંતિકારી કદમ ઉઠાવ્યું છે તે માટે સમગ્ર ગુજરાતના યુવાનો અને જનતા જનાર્દન વતી મુખ્યમંત્રી એ અભિનંદન આપ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે, આપણા યુવાનોને કોઇ પણ સરકારી સેવાની ભરતી માટે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી-રાષ્ટ્રિય ભરતી સંસ્થા દ્વારા એકજ પરીક્ષા કોમન એલીજીબીલીટી ટેસ્ટ આપવાની રહેશે તેમ પણ મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભ માં જણાવ્યું છે.
 એના પરિણામે યુવાનોના સમય, નાણાં, બચશે-મહેનત ઓછી કરવાની થશે તેમજ માનસિક તનાવ પણ ઓછો થશે  તેમ પણ તેમણે ઉમેર્યું હતું.


આ ઓનલાઇન પરીક્ષાનું પરિણામ-રિઝલ્ટ તુરત જ જાહેર કરી દેવાશે. એટલું જ નહિ, આ પરિણામના ગુણાંક ૩ વર્ષ સુધી માન્ય રહેવાના છે. એટલે કોઇ પણ યુવાને એકવાર પરીક્ષા આપ્યા બાદ બીજીવાર પરિક્ષા આપવાની જરૂર નહિ રહે. 


સાથે સાથે એ પણ સગવડતા આપી છે કે જો કોઇ યુવાનને વધુ માર્ક મેળવવા હોય તો એ બીજીવાર પરીક્ષા આપી શકે અને જે માર્ક વધારે હશે તે ધ્યાનમાં લેવાશે. કોમન એલીજીબીલીટ ટેસ્ટ વર્ષમાં બે વખત યોજાશે. પ્રિલીમીનરી પરીક્ષાના માર્કને આધારે  રેલ્વે અને અન્ય રીક્રુટમેન્ટ એજન્સીની સ્પેશીયલાઇઝડ પરીક્ષામાં ઉમેદવારીની તક તેને મળશે. 


અમદાવાદ શહેરમાં નવા 146 કેસ, નવા 23 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર  


દેશની રાજ્ય સરકારો પણ આ કોમન એલીજીબીલીટી ટેસ્ટના માર્કના આધારે પોતાના રાજ્યોમાં ભરતીઓ માટે ઉમેદવારોની પસંદગી કરી શકશે. તેવો સુજાવ ભારત સરકારે આપ્યો છે. તેને આવકારતા  વિજય ભાઈ રૂપાણી એ એમ પણ કહ્યું કે આના પરિણામે રાજ્યોને ભરતી પ્રક્રિયાના મોટા ખર્ચમાંથી રાહત મળશે. 

તેમણે કહ્યું કે અત્યારે પરીક્ષા કેન્દ્રો શહેરી વિસ્તારમાં હોવાને કારણે અંતરિયાળ-ગ્રામીણ વિસ્તારના યુવાઓ, બહેનો, દિવ્યાંગોને પરિક્ષા સ્થળે આવવા-જવાનો ખર્ચ, કયારેક રાત્રિ મૂકામનો લોજિંગ-બોડિંગ ખર્ચ એ બધુ પરવડે તેવું ન હોઇ પરીક્ષામાં બેસવાનું ટાળતા હતા. હવે આ નવી વ્યવસ્થા પ્રમાણે દરેક જિલ્લા મથકે પરિક્ષા કેન્દ્રો શરૂ કરાવાના છે તેથી ઉમેદવારને નજીકના સ્થળે જ પરિક્ષા આપવાની સુવિધા મળી જશે. 


ખાસ કરીને એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટના યુવા ઉમેદવારોને ઇન્ફ્રાસ્ટ્રકચરના અભાવે ભરતી પરિક્ષાઓ માટે ફરજીયાત શહેરોમાં આવવું પડતું તેનો પણ વિચાર આ નવી કોમન એલીજીબીલીટી ટેસ્ટમાં થયો છે. દેશના આવા ૧૭૬ જેટલા એસ્પીરેશનલ જિલ્લાઓમાં ઓનલાઇન ભરતી પરિક્ષા માટેનું આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થતાં ગ્રામીણ યુવાઓને પણ સરકારી સેવામાં ભરતી માટે ઉમેદવારીની તક મળશે તેવી વ્યવસ્થા માટે પણ મુખ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો છે.


Corona Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1145 કેસ, 17 મૃત્યુ, રિકવરી રેટ 78.98%
    
વિજય ભાઈ રૂપાણી એ સ્પષ્ટપણે કહ્યું કે આ ઐતિહાસિક કદમથી દેશની યુવાશકિતને ઓછા ખર્ચે-ઓછા માનસિક તનાવ સાથે વધુ તક અને વ્યાપક રોજગાર અવસર મળતા થશે. પ્રધાનમંત્રીએ યુવાશકિતના સથવારે આત્મનિર્ભર ભારત-ન્યૂ ઇન્ડીયાનો જે સંકલ્પ કર્યો છે તે અવશ્ય સાકાર થશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રી એ વ્યક્ત કર્યો છે.
 કેન્દ્ર-રાજ્ય સરકારના સંબંધમાં કોઓપરેટીવ ફેડરેલીઝમની ભાવના વધુ પ્રબળ થશે એમ પણ તેમણે જણાવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube