સ્નેહલ, પટેલ, નવસારી: કોરોના (Corona) મહામારી વચ્ચે આદિવાસી વિસ્તાર એવા વાંસદા (Vasada) તાલુકાના અંતરિયાળ ગામ સુખાબારી (Sukhabari) ગામે એક તબીબ (Doctor) દ્વારા આંબાની વાડીમાં સારવાર આપી સેવા આપી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનાની (Corona) મહામારીમા સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડો ખાલી નથી એવા સમયે ગરીબ આદિવાસી પ્રજા માટે સારવાર લેવું મુશ્કેલ બની જતું હોય છે. એવામાં નવસારી જિલ્લાના આદિવાસી તાલુકા એવા વાંસદાના અંતરિયાળ ગામ સુખાબારી ગામે એક તબીબ અનોખી રીતે સેવા આપી રહ્યા છે.


જેમાં ગામા કોઈને તાવ કે અન્ય કોઈ સામાન્ય બીમારી હોય તો તેમને કુદરતી વાતાવરણમાં આંબાના ઝાડ નીચે સારવાર આપી ને પોતાનો ડોકટરી ધર્મ નિભાવી રહ્યા છે. ત્યારે અહીં આવતા દર્દીઓ પણ સારવાર મેળવી સારા થઈને સંતોષ મેળવી રહ્યા છે.


શું આમ કોરોનામુક્ત થશે ગુજરાત, જાણો વલસાડ જિલ્લાના કોવિડ સેન્ટરોની વાસ્તવિકતા


ત્યારે આ તબીબ દ્વારા ચાર્જ પણ એકદમ ઓછો લેવામાં આવી રહ્યો છે. જે આદિવાસી પ્રજાને પોસાય એમ છે. સુખાબરી ગામની સાથે આજુબાજુના અન્ય ગામના આદિવાસી લોકો માટે પણ આ તબીબ હાલ તો આશીર્વાદ રૂપ સાબિત થઈ રહયા છે.


તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં હાલ કોરોનાની મહામારીમાં બેડો ફૂલ છે. ત્યારે લોકો અમારી પાસે સારવાર લેવા આવે છે અને અમે તમને બોટલો અને દવા આપીએ છીએ અને લોકોને આ સારવાર મળતા સારા થતા હોય છે. જેથી બીજા પણ લોકો અહીં સારવાર લેવા આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube