અમદાવાદ : મા આદ્યશક્તિની આરાધના કરવા માટેનો મહત્વનો પર્વ એટલે નવરાત્રિ. આજથી નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થયો છે. નવરાત્રિ (Shardiya Navratri 2019)ના પ્રથમ દિવસે રવિવાર હોવાથી માતાજીના મંદિરોમાં દર્શન અને પૂજા-અર્ચના માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. નવરાત્રિના દિવસોમાં માતાજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર આવતું હોવાથી રાજ્યભર (Gujarat)ના માતાજીના મંદિરોમાં તડામાર તૈયારી કરવામાં આવી છે અને આજે સવારે ઘાટ સ્થાપના કરવામાં આવી હતી. રાજ્યભરના મંદિરોમાં નવરાત્રિનો ઉત્સવ ખૂબ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવી રહ્યો છે. નવરાત્રિના દિવસોમાં દર્શન માટે માતાજીના ભક્તોની ભીડ મંદિરોમાં વધી જતી હોવાથી ભક્તો માટે મંદિરોમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાજી મંદિરમાં સવારથી ભક્તોની ભીડ
આજથી નવલી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના અંબાજીના મંદિરમાં નવરાત્રિમાં ખાસ મહત્વ જોવા મળે છે. આજે વરસાદના હળવા ઝાપટા સાથે અંબાજીમાં નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે વરસાદ છતા અંબાજી મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી. સવારની મંગળા આરતીમાં હજ્જારો શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને આરતીના દર્શન લીધા હતા.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



ભદ્રકાળી મંદિરે માતાને શૈલપુત્રીનો શણગાર કરાયો
અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો ભદ્રકાળી માતાના દર્શન માટે પહોંચ્યા હતા. ભદ્રકાળી મંદિર ખાતે સવારે 9 વાગે ઘટસ્થાપન વિધિ કરાઈ હતી. તો 10 વાગ્યે ભદ્રકાળી માતાની આરતી કરાઈ હતી. પ્રથમ દિવસે માતાને શૈલપુત્રીનો શણગાર કરવામાં આવ્યો હતો. આમ, નવરાત્રિના 9 દિવસ માતાના જુદા જુદા રૂપમાં શણગાર કરવામાં આવશે. ચાચર ચોકમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરાયું છે. 


ખેડબ્રહ્મામાં માતાજીને સોનાનો મુગટ અર્પણ કરાયો
સાબરકાંઠા જિલ્લામાં આજથી આદ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે ખેડબ્રહ્મામાં માતાજીના મંદિરમાં શુભ મૂહર્તમાં માતાજીનું ઘટ સ્થાપન કરાયું હતું. અંબિકા માતાજીને પ્રથમ નવરાત્રિએ ૬૦ તોલા સોનાનો મુગટ અર્પણ કરાયો છે. માતાજીના મંદિરમાં યાત્રિકો દ્વારા અર્પણ કરવામાં આવેલ સોનામાંથી માતાજીનો મુગટ બનાવાયો છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા માતાજીને મુગટ અર્પણ કરાયું હતું. માતાજીને શુભ મુહુર્તમાં વિવિધ નવરાત્રિ ચોકમાં માતાજીની માંડવીનું સ્થાપન કરવામાં આવશે.



મહેસાણામાં શક્તિપીઠ બહુચરાજીમાં આજથી નવરાત્રિનો શુભારંભ થયો છે. માં બહુચરની આરાધનાનો પર્વ હોઈ બ્રાહ્મણો દ્વારા આરાધના કરાઈ હતી. નવરાત્રિના આજે માતાજીના ગોખમાં ઘટસ્થાપન વિધિ કરાઈ હતી. બહુચરાજી મંદિરના વહીવટદાર કેતકીબેન વ્યાસ દ્વારા ઘટ સ્થાપન વિધિ કરાઈ હતી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા માતાની આરાધના કરાઈ હતી. ત્યારે મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી.