મૌલિક ધામેચા/અમદાવાદ :કોરોના મહામારીને પગલે આ વર્ષે નવરાત્રિ (Navratri)ના કોમર્શિયલ આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પાર્ટી પ્લોટ પર ગરબા નહિ યોજી શકાય. પરંતુ તેમ છતાં પણ કેટલાક આયોજકો તોડ કાઢી ગરબાનું આયોજન કરનારાઓ સાવચેત થઈ જજો, નહિ તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસે આવા જ એક ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ કરી અને બેંકવેટના મેનેજર અને આયોજન કરનાર વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર, એસજી હાઈ વે પર આવેલા જુબિલેશન બેંકવેટ હોલમાં એક ખાનગી ટેકનોલોજી કંપની દ્વારા બેંકવેટ હોલ ભાડે લેવામાં આવ્યો હતો. હોલમાં ગેટ ટુ ગેધર રાખવાના બહાને એક દિવસ માટે બેંક્વેટ હોલ ભાડે રખાયો હતો. 


આ પણ વાંચો : રોમેન્ટિક વેકેશન માટે ફેમસ છે ગુજરાતના આ 4 સ્થળો, તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે


જોકે આજે ગેટ ટુ ગેધર દરમિયાન તમામ કંપનીના કર્મચારીઓ ટ્રેડિશનલ કપડામાં આવ્યા હોવાથી પોલીસને શંકા ગઈ હતી અને પોલીસે ચોક્કસ માહિતીના આધારે રેડ પાડી હતી. કંપનીમાં કરતા તમામ કર્મચારીઓ મ્યુઝિકના તાલે ગરબા રમતા નજરે પડ્યા હતા. જેને પગલે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાની ફરજ પડી હતી. હાલ સોલા પોલીસે બેંક્વેટ હોલના મેનેજરની બેદરકારી મામલે મેનેજર અને આયોજન કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સોલા હાઇકોર્ટ પોલીસે આ કેસમાં જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.