રોમેન્ટિક વેકેશન માટે ફેમસ છે ગુજરાતના આ 4 સ્થળો, તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે

જો તમે ઈન્ટરનેટ પર મિલિંદ સોમન અને અંકિતા કનવરની જોડીની સ્ટોરીઝ વાંચો છો, તો તેમણે તાજેતરમાં જ પોસ્ટ કરેલી તસવીરો જરૂર જોઈ હશે. તેમણે પોતાનું વેકેશન હાલ ગુજરાતમાં મનાવ્ય હતું. ગુજરાતમાં ફરવાલાયક તો અનેક સ્થળો છે, પરંતુ કેટલાક સ્થળો એવા છે જે રોમેન્ટિક વેકેશન માટે ખાસ છે. સ્થાનિક ઐતિહાસિક ઈમારતોથી લઈને કેટલાક બીચ આ કેટેગરીમાં સામેલ થાય છે. જ્યાં જઈને તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે. આ સ્થળો પર તમે રોમેન્ટિક વેકેશન ઉજવી શકો છો. આજકાલ કપલ ડેસ્ટિનેશનની ડિમાન્ડ છે. તેમાં અમે ગુજરાતના કેટલાક રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જણાવીશું. 

ઝી મીડિયા/બ્યૂરો :જો તમે ઈન્ટરનેટ પર મિલિંદ સોમન અને અંકિતા કનવરની જોડીની સ્ટોરીઝ વાંચો છો, તો તેમણે તાજેતરમાં જ પોસ્ટ કરેલી તસવીરો જરૂર જોઈ હશે. તેમણે પોતાનું વેકેશન હાલ ગુજરાતમાં મનાવ્ય હતું. ગુજરાતમાં ફરવાલાયક તો અનેક સ્થળો છે, પરંતુ કેટલાક સ્થળો એવા છે જે રોમેન્ટિક વેકેશન માટે ખાસ છે. સ્થાનિક ઐતિહાસિક ઈમારતોથી લઈને કેટલાક બીચ આ કેટેગરીમાં સામેલ થાય છે. જ્યાં જઈને તમારા રોમ રોમમાં પ્રેમ ખીલી ઉઠશે. આ સ્થળો પર તમે રોમેન્ટિક વેકેશન ઉજવી શકો છો. આજકાલ કપલ ડેસ્ટિનેશનની ડિમાન્ડ છે. તેમાં અમે ગુજરાતના કેટલાક રોમેન્ટિક ડેસ્ટિનેશન વિશે જણાવીશું. 

શિવરાજપુર બીચ

1/4
image

સૌથી નજીકનુ સ્ટેશન દ્વારકા. દ્વારકાથી શિવરાજપુર 12 કિલોમીટર. અંકિતા અને મિલિંદ સોમનની અહીંના બીચ પરની તસવીર બહુ જ સુંદર છે. આ બીચ દ્વારકા શહેરથી 12 કિલોમીટર દૂર આવેલો છે. બ્લ્યૂ કલરનુ પાણી તેનુ સૌથી મોટું આકર્ષણ છે. અહી હંમેશા વિદેશી પ્રવાસીઓની જોવા મળતા હોય છે. અહી અન્ય બીચ કરતા ઓછી ભીડ જોવા મળશે. અહીંનો સનસેટ પ્રેમીઓ માટે રોમાન્સ લઈને આવે છે. 

સાપુતારા

2/4
image

સૌથી નજીકનુ સ્ટેશન સુરત. આ સ્થળ મહારાષ્ટ્ર અને ગુજરાતની બોર્ડર પર આવેલુ છે. જે એક હિલ સ્ટેશન છે. જે ગુજરાતની શાન પણ કહેવાય છે, કેમ તે ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન માનવામાં આવે છે. આ હિલ સ્ટેશન આહલાદક વાતાવરણથી ભરાયેલુ રહે છે. આ સ્થળથી સમુદ્ર, પહાડ, વોટરફોલ જોઈ શકાય છે. તેને તમારા રોમેન્ટિક વેકેશનમાં જરૂર સામેલ કરો. અહી પહોંચવા માટે સાપુતારા નેશનલ હાઈવનો ઉપયોગ થાય છે. 

કચ્છનું રણ

3/4
image

ભૂજથી 70 કિલોમીટર દૂર. જો ગુજરાતમાં સૌથી સુંદર સ્થળ કોઈ છે તો તે કચ્છનું રણ છે. આ જગ્યા અવિસ્મરણીય છે. જે ચોમાસામાં પાણીથી ભરાયેલી રહે છે. પણ ઠંડીમા રણ જોવા મળે છે. આ જગ્યા વેડિંગ ફોટોશૂટ માટે પણ ફેમસ છે. રણમાં સફેદ ચાંદનીનો માહોલ પ્રેમીઓ માટે ખાસ બની રહે છે. 

ભૂજ

4/4
image

જો કપલ્સને ઐતિહાસિક સ્થાન જોવામાં રસ હોય તો ભૂજ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આ શહેરમાં તમે કલાકો સુધી રખડી શકો છો. જ્યાં ઊંટની સવારી, જૂનુ માર્કેટ, ગુજરાતના વિવિધ રંગો જોવા મળશે. સાથે જ વિજય વિલાસ પેલેસ, પ્રાગ મહેલ, છતેડી પણ જોવા મળશે.