અમદાવાદ : મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ મોના દેસાઈએ લીધો લીગલ ઓપિનિયન. તેમની વિરુદ્ધ થઈ રહેલા અપશબ્દો માટે તેઓ લેશે કાયદાકીય પગલાં. કોરોના સંક્રમણ અને વધતા કોરોના કેસોને જોતા આ વર્ષે ગરબાનું આયોજન મોકૂફ રાખવામાં આવે તેવી તેમની વિનંતી બાદ કેટલાક લોકો તરફથી તેમને બોલવામાં આવેલા અપશબ્દો અને હેરાનગતિને કારણે તેમની વિરુદ્ધ કાયદાકીય એક્શન લેવાની કરી તૈયારી આદરી છે. અભિલાશ ઘોડા અને અન્ય કેટલાક લોકો કે જેમણે સોશિયલ મીડિયામાં વાંધાજનક ટિપ્પણી કરી છે તેમની સામે ડોક્ટર મોના દેસાઈ લેશે કાયદાકીય પગલાં લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘોર કળીયુગ : દ્વારકામાં 80 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ, પોલીસે ગણત્રીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો


એપેડેમીક એક્ટ અંતર્ગત કોઈ ડોક્ટર સાથે આ રીતનું વર્તન એ ગુનો હોવાનું ડોકટર મોના દેસાઈએ કહ્યું. આ ગુનામાં ઓછામાં ઓછા 3 વર્ષની સજાનું પ્રાવધાન છે, કાયદાકીય સલાહ લીધી છે અને તે મુજબ હવે તેઓએ કાયદાકીય રીતે આગળ વધવાની કરી તૈયારી. છેલ્લા બે દિવસથી ડોક્ટર મોના દેસાઈને કેટલાક લોકો સતત સોશિયલ મીડિયામાં અપશબ્દો કહી રહ્યા છે તેમજ મોબાઈલ પર મેસેજ મોકલી કરી રહ્યા છે પરેશાન. ડોક્ટર મોના દેસાઈ એ કહ્યું કે એક ડોકટર તરીકે અમે જનહિતની વાત કરી છે, એ સૌ કોઈ જાણે છે.


રાજ્યના પોલીસ બેડામાં બદલીનો દોર, 27 PSI ની બદલી કરવામાં આવી


કોરોના મહામારીમાં અમે હમેશા લોકોના હિતમાં અનેક PIL કરી, જેનો લાભ જનતાને થયો છે. કેટલાક કલાકારો બેકાર થઈ ગયા છે એવું કહેવામાં આવી રહ્યું છે પણ આ સ્થિતિ આખા દેશની છે, કોરોનાને કારણે સૌને અસર થઈ છે. ગરબાથી મહામારી વધશે તો તેની સારવાર ડોકટરોએ જ કરવાની છે છતાંય આજે કેટલાક કલાકારો અમારા માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે, અમારો આત્મવિશ્વાસ આનાથી પડી ભાંગે છે. ગરબાની પરવાનગી મામલે જનતા પોતે વિચારે અને હાલમાં લોકોના અભિપ્રાય મુજબ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકો ગરબાના આયોજન માટે તૈયાર નથી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube