રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છ (kutch) ના અતિપ્રખ્યાત એવા માતાના મઢ (mata no madh) માં આજે ઈતિહાસ સર્જાયો છે. 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા દ્વારા આજે પતરી વિધિ કરાઈ છે. કચ્છના મહારાણી પ્રીતિદેવી જાડેજાએ આજે માતાના મઢમાં પતરી વિધિ કરી હતી. મહારાણી પ્રિતીદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિ (Navratri) માં આઠમના પવિત્ર દિને માતાના મઢમાં પતરી વિધિ યોજાઈ હતી. જેમાં આજે ઐતિહાસિક ક્ષણ જોવા મળી હતી. સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પતરી વિધિ કરવાનો લ્હાવો લીધો હતો. રાજ પરિવારના પ્રતિનિધિએ પતરીનો પ્રસાદ ખોળામાં ઝીલીને માતાના આશીર્વાદ મેળવ્યા હતા. મહારાણી પ્રિતિદેવીએ માતાના ચરણોમાં ઝોળી ફેલાવી પતરીનો પ્રસાદ મેળવ્યો હતો. તેમણે કચ્છ અને દેશ માટે સુખ શાંતિ અને કોરોના નાબુદી માટે માતાને પ્રાર્થના કરી હતી. 


આ પણ વાંચો : સાપુતારાના સનસેટ પોઈન્ટ પર જતા પહેલા સો વાર વિચારજો, કારનો વિચિત્ર અકસ્માત સર્જાયો 


કચ્છમાં પહેલીવાર કોઈ મહિલાએ પતરી વિધિ કરી હોય તેવુ બન્યુ છે. પતરી વિધિ માટે રાજ પરિવારના તમામ સભ્યો માતાના મઢ પહોંચ્યા હતા. ચાચરાકુંડથી ચામર વિધિ પૂર્ણ કરી માતાના મઢ પતરી વિધિ માટે મહારાણી પ્રિતીદેવી પહોંચ્યા હતા. આમ, 350 વર્ષમાં પહેલીવાર આ નજારો જોવા મળ્યો હતો. 


તો ગઈકાલે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ આશાપુરા મંદિરે અશ્વિન નવરાત્રિના સાતમના રાત્રે હોમ હવનનો કાર્યક્રમ યોજાયો હતો. મંદિરના અધ્યક્ષ રાજાબાવાએ મોડી રાત્રે હોમ કર્યો હતો.