સ્નેહલ પટેલ/નવસારી :નવસારીમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત આદિવાસી દિવસ પર સરકારી કાર્યક્રમ યોજાયો હતો. ચીખલી ખાતે સરકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હોબાળો થયો હતો. મહત્વનું એ છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લામાં પ્રથમ આવનારા વિદ્યાર્થીનું જ સન્માન ન કરાતા તેના માતાપિતાએ હોબાળો મચાવ્યો હતો. 


રાજકોટમાં સાતમ-આઠમ તહેવારમાં જાહેર સ્થળે ફરવા પર પ્રતિબંધ મૂકાયો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જિલ્લામાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. જોકે, સમગ્ર કાર્યક્રમ પૂરો થયો હતો અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પરંતુ અંત સુધી સાયન્સમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું ન હતું. આ વિદ્યાર્થીને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેથી તે તેના માતાપિતા સાથે ત્યાં પહોંચ્યો હતો. પરંતુ આમંત્રણ આપ્યું હોવા છતાં વિદ્યાર્થીનું સન્માન કરાયુ ન હતું. જેને કારણે વિદ્યાર્થીના માતા-પિતાએ હોબાળો કર્યો હતો. હોબાળો થયાબાદ સન્માન કરતા માતા-પિતાએ નારાજગી પણ વ્યક્ત કરી હતી.


જોકે, સમગ્ર હોબાળો સીઆર પાટીલના ગયા બાદ થયો હતો. આ હોબાળો થાય એ પહેલા તેઓ કાર્યક્રમ પતાવીને નીકળી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર