નવસારીઃ દશેરા ટેકરીમાં પાણી ભરાવાને કારણે ડૂબી જતા એક વૃદ્ધાનું મોત
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. ત્યારે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરમાં પાણી ભરાયા છે. ડૂબી જવાને કારણે એક 75 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે.
નવસારીઃ નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે બે કાંઠે વહેતી થયેલી લોકમાતા પૂર્ણાં નદીના જળસ્તરમાં વધારો થતા પુરની સ્થિતિ બની હતી. જેમાં નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના વોર્ડ નં. 13 માં દશેરા ટેકરી પાસેથી પસાર થતી ખાડીમાં પણ પાણી વધતા બાલાપીર દરગાહની પાછળના ઘરોમાં પણ કેળસમા પાણી ભરાયા હતા.
જેમાં પતરાના કાચા ઘરમાં રહેતા 75 વર્ષીય લખીબેન રાઠોડ બીમાર હતા અને લાકડીના સહારે ચાલતા હતા. જેઓ ઘરમાં પાણી ઘૂસવાની શરૂઆત થયા બાદ પણ નીકળ્યા ન હતા. પરંતુ જ્યારે કમર સુધીના પાણી થતા લખીબેન લાકડીના સહારે ઘરની બાજુની સાંકળી ગલીમાંથી નીકળવા ગયા હતા. પરંતુ અકસ્માતે માજી પડી જતા, તેમનું પુરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ વલસાડમાં ભારે વરસાદથી નદીઓનું રોદ્ર સ્વરૂપ, ફસાયેલા ચાર લોકોનું તંત્રએ રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા
આજે સવારે પુરના પાણી ઓસરતા લખીબેન મૃત હાલતમાં મળી આવતા પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ હતી. જ્યારે ઘટનાની જાણ થતા સ્થાનિક નગરસેવક તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક લખીબેનના મૃતદેહને પીએમ અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube