કોઈ યુવતીની છેડતી કરતાં પહેલાં વિચારજો! આ રીતે નવરાત્રિમાં ચણિયાચોળીમાં ગરબે ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ
નવસારીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. ખાસ કરીને નવરાત્રીના નવ દિવસોમાં યુવતીઓ અને મહિલાઓ માતાજીની આરાધના કરવા મોટા ગરબા આયોજનોમાં પણ જતી હોય છે.
ધવલ પરીખ/નવસારી: નવસારીમાં ગરબા રમતી વખતે કોઈ યુવતી કે મહિલાની છેડતી કરી બદમાશી કરનારની આ વર્ષે ખેર નથી. કારણ ગરબા રમતી યુવતી કે મહિલા પોલીસ પણ હોઈ શકે છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ વર્ષે મોટા ગરબા આયોજનોમાં યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમને તૈયાર કરી છે. જેની સાથે ગરબા આયોજનોમાં પોલીસની એક હેલ્પ ડેસ્ક પર કાર્યરત રહેશે.
નાપાક પાકિસ્તાનનો એક પાક બંદો! દુબઈમાં ગુમ થયેલું ગુજરાતીનું હીરાનું બ્રેસલેટ પાછું
નવસારીમાં ગરબા રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. ખાસ કરીને નવરાત્રીના નવ દિવસોમાં યુવતીઓ અને મહિલાઓ માતાજીની આરાધના કરવા મોટા ગરબા આયોજનોમાં પણ જતી હોય છે. ત્યારે આવા આયોજનોમાં ઘણીવાર ગરબા રમતી વખતે બદમાશો યુવતીઓ અને મહિલાઓની યેનકેન પ્રકારે છેડતી કરે છે. ક્યારેક રાત્રે ગરબા આયોજન સ્થળે આવતી જતી યુવતીઓનો પીછો પણ કરવામાં આવે છે. આવા સમયે યુવતીઓની સુરક્ષા જરૂરી થઈ જાય છે. પરંતુ ઘણીવાર પોલીસ યુવતીની મદદથી પહોંચે ત્યાં સુધીમાં મોડું થઈ જતું હોય છે.
ગુજરાતમાં વિકાસ ખાડે ગયો! રાજ્યમાં ચારેય કોર પ્રજાને ખાડા નડે છે પણ સરકારને નહીં...
નવસારી શહેરના મોટા ગરબા આયોજનો તેમજ શેરી મોહલ્લાના મોટા આયોજનોમાં પણ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા રહે તે હેતુથી નવસારી જિલ્લા પોલીસ દ્વારા SHE ટીમની મહિલા કર્મીઓને તૈયાર કરવામાં આવી છે. મહિલા પોલીસની આ ટીમ ગરબા આયોજનોમાં પારંપરિક અથવા ભાતીગળ કપડાં પહેરી ગરબા રમશે અને ગરબા રમતી વેળાએ કોઈ બદમાશ યુવતી કે મહિલાની છેડતી કરતો જણાશે તો એને દબોચી સબક શીખવાડશે. આ સાથે પોલીસ દ્વારા ગરબા આયોજનોમાં હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. જેથી ગરબા દરમિયાન અથવા આવવા જવાના સમયે કોઈને કોઈ તકલીફ પડે તો પોલીસનો સીધો સંપર્ક કરી શકે.
મુકેશ અંબાણીના રસોઈઓ અને સિક્યુરિટી ગાર્ડને કેટલો મળે છે પગાર? જાણીને ચોંકી જશો
નવસારી શહેરમાં અનેક ઠેકાણે ગરબાના મોટા આયોજનો થાય છે, જેમાં ત્રણ જગ્યાએ વ્યવસાયિક રીતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાના એક રમઝટ ગ્રુપ દ્વારા પોલીસની ગાઇડલાઈન સાથે યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગરબા દરમિયાન 20 મહિલા બાઉન્સરો સમગ્ર ડોમમાં ફરતી રહેશે, જ્યારે ડોમમાં કલર્ડ અને અવાજ સાંભળી શકાય એવા 75 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે જ જિલ્લા પોલીસની SHE ટીમની મહિલા પોલીસ કર્મીઓ પણ મહિલાઓની સુરક્ષા માટે પારંપરિક પરિધાનમાં ગરબે ઘૂમશે. જેથી મહિલાઓની સુરક્ષામાં કોઈ ચૂક ના રહે.
આ કળિયુગી જનેતા છે કે જલ્લાદ? કાળજાના કટકાને કૂવામાં ફેંકી હત્યા, કારણ જાણી ચોંકી જશ
બીજી તરફ નવસારીના કબીલપોર બજારમાં છેલ્લા 29 વર્ષોથી થતા ગરબામાં પણ આ વર્ષે આયોજકો દ્વારા યુવતીઓને મહિલાઓની સુરક્ષા માટેની વિશેષ તકેદારી રાખી છે. અહીં પણ મંડળના કાર્યકરો કોઈક અસામાજિક કે બદમાશ ઉપર નજર રાખશે. સાથે જ જિલ્લા પોલીસ દ્વારા મહિલા પોલીસ કર્મીઓ ગરબે ઘૂમી મહિલાઓની સુરક્ષા માટે તૈનાત રહેશે. જેથી આયોજકોએ નવસારી પોલીસની પહેલને આવકારી, અભિનંદન આપ્યા છે. નવરાત્રી દરમિયાન યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા મોટો પ્રશ્ન બનતો હોય છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસની સતર્કતાને લોકો વખાણી રહ્યા છે.
મનનો કારક ચંદ્રમાનું રાશિ ગોચર આ બે જાતકોને કરાવશે બખ્ખાં, સુધરી જશે દિવાળી!